મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં


SHARE









મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં

મોરબી તાલુકાના ગાળા ગામ પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતે ઈજા પામતા યુવતીને સારવારમાં ખસેડાઈ હતી. ગાળા પાસેના એક્રિટા સિરામીક લેબર કવાટરમાં રહીને મજુરીકામ કરતા પરીવારની રેખાબેન રાજુભાઈ મારકી નામની 18 વર્ષની યુવતીને ટ્રકના ચાલકે હડફેટે લીધી હતી. જેથી ઈજાગ્રસ્ત રેખાબેનને અહિની સિવિલે સારવારમાં લાવવામાં આવી હતી. જયારે ધુળકોટ ગામે થયેલી મારામારીમાં ત્યાં રહેતા ભાવેશ દેવજીભાઈ વાઘેલા (35)ને સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. તેમજ વીસીપરા વિજયનગરમાં થયેલ મારામારીમાં ઈજા પામેલા બીપીનભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા (37)ને અત્રે સિવિલે સારવારમાં લઈ જવાયા હતા.

અકસ્માતમાં ઇજા
મોરબી વીસીપરામાં આવેલ પ્રજાપત ટાઈલ્સની પાછળ રહેતા પરીવારનો મિત બાબુભાઈ સુરેલા નામનો 13 વર્ષનો બાળક વીસીપરા મીલની ચાલી પાસે આવેલ મેલડી માતાના મંદિરે સાફ-સફાઈ કરતો હતો ત્યારે 5-6 ફુટની ઉંચાઈએથી પડી જતા અત્રેની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. મોરબીના સામાકાંઠે નઝરબાગ પાસે વાહન અકસ્માતમાં ઈજા થતા મુકેશભાઈ નાથાભાઈ પરમાર (34) રહે. માળીયા-વનાળીયા સોસાયટી સો ઓરડી પાછળને સીવીલે સારવારમાં લવાયો હતો. હળવદના મહાદેવગઢ ગામે રહેતા રણછોડભાઈ નરસિંહભાઈ બહવીયા (55) નામના આધેડને વાધરવા ગામના પાટીયા પાસે વાહન અકસ્માત બનાવમાં ઈજાઓ થયેલ હોય સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.

મારામારી
 જેતપુર પાસે આવેલ દેરડી ગામે રહેતા પ્રિયંકાબેન અજયભાઈ બારૈયા (27)ને ઘરે મારામારીમાં ઈજાઓ થયેલ હોય અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે ચમરેલી ગામે વાડી વિસ્તારમાં રહેતા પરીવારની હેતલબેન ગોપાલભાઈ પંસારા (17) નામની યુવતી ભુલથી દવાયુકત પાણી પી ગયેલ હોય અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી. રફાળેશ્ર્વર ગામે ફાટક પાસે રહેતા વિકો સુનિલભાઈ રામ (25)ને ઘરે તેના ભાઈએ માર મારેલ હોય સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં
 મોરબી લખધીરપુર રોડ કઝરીયા સિરામીક લેબર કવાટરમાં રહી મજુરીકામ કરતા અજીતરામ વિરેન્દ્રરામ (21)ને મારામારીમાં ઈજા થયેલ હોય સારવાર માટે મોરબી લવાયેલ હતો. જયારે ઢુવા ગામે ઉમીયા હોટલની પાસે થયેલ મારામારીમાં ઘવાયેલા રમેશ રામબહાદુર રાવત (25) હાલ રહે. ઉંચી માંડલને 108 વડે અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

ઝેરી જનાવર કરડી
મોરબી મહાનગર પાલીકાના ગ્રાઉન્ડ ખાતે કોઈ ઝેરી જનાવર કરડી જતા લલીતાબેન અર્જુનભાઈ આંબલીયા (23) રહે. વજેપરને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી. તેમજ ભકિતનગર સર્કલ વિરાટ પાંઉભાજીની પાસે વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ રાજકુમાર શિવગોપાલ તીવારી (35) રહે. યમુનાનગર નવલખી રોડને સારવાર માટે લઈ જવાયો હતો.




Latest News