વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી એટ્લે કે વિજયા દશમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં આગામી વિજયા દશમીના દિવસે સામાકાંઠે એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે શ્રી રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં ધર્મરક્ષા સમિતિ દ્વારા વિજયા દશમીના દિવસે તા. 20 ને મંગળવારે રાત્રે 8:30 કલાકે એલ.ઈ. ગ્રાઉન્ડ ખાતે શ્રી રામ લીલા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને અધર્મ પર ધર્મના વિજયની ઉજવણીના પર્વ એટ્લે કે દશેરાની ઉજવણીમાં મોરબીની ધર્મપ્રેમી જનતાને જોડાવા માટે અને રાવણ દહન કાર્યક્રમ જોવા માટે આવવા આયોજક સમિતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.