મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું
મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત
SHARE
મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત
મોરબીના પીપળી ગામેથી ટીંબડી ગામ તરફ જતા રોડ ઉપર આજે વહેલી સવારે સાતેક વાગ્યે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ચાર સવારીમાં સ્કૂલે જઈ રહેલા વિદ્યાર્થીઓ આગળ જઇ રહેલા પાણીના ટેન્કરને ઓવરટેક કરતા હતા તે સમયે સામેથી આવતા ટ્રેક્ટરની સાથે ધડાકાભેર તેમનું બાઇક અથડાયું હતું.જે બનાવમાં બાઇક ચાલક વિદ્યાર્થીનું મોત નિપજયુ હતું.અને ત્રણ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે.હાલ બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના પીપળી ગામેથી ટીંબડી ગામ તરફ જતા રસ્તે અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં મિત્રને લેવા માટે ગયેલા ત્રણ વિદ્યાર્થીઓ પરત ચાર સવારીમાં બાઈકમાં જઇ રહ્યા હતા.ત્યારે આગળ જતા પાણીના ટેન્કરને બાઇક વડે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રેક્ટરની સાથે તેઓનું બાઈક અથડાયું હતું.આ અકસ્માત બનાવમાં બાઇક ચલાવી રહેલા રામચંદ્ર રાધેશ્યામ રાવત (૧૫)રહે.શિવપાર્ક સોસાયટી પીપળી રોડ મોરબી નું ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યું હતું.જ્યારે તેની સાથે બાઈકમાં રહેલા આર્યન મનીષભાઇ ગેડીયા (૧૪) રહે.શિવપાર્ક સોસાયટી પીપળી રોડ મોરબી, પ્રિન્સ પ્રકાશભાઇ જોશી (૧૪) રહે.શિવપાર્ક સોસાયટી પીપળી રોડ મોરબી અને રાજદીપ નટવરભાઈ ભાંભોર (૧૪) રહે.ટીંબડી પાટીયા પાસે તા.મોરબી ને ઈજાઓ થઈ હોય ત્રણેયને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. હાલ બનાવની હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરિયા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઇ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
વાહન અકસ્માત
મોરબીના લાલપર ગામ પાસે સીરામીક સીટી નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રફાળેશ્વર ગામના પ્રતિકસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા નામના ૧૭ વર્ષના યુવાનને ઇજાઓ થયેલી હોય અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ઘુંટુ ગામે મારૂતિનંદન સોસાયટીમાં રહેતો મનોજભાઇ જુધિષ્ઠિરભાઈ મોહંતી નામનો ૪૫ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ગામ પાસે આવેલ બાપાસીતારામ મઢુલી નજીક બાઇકની આડે કુતરૂ ઉતર્યુ હોય બાઈક સ્લીપ થયું હતું જે બનાવમાં ઈજા પામતા તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
મારામારી
મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામે દશેક લોકો દ્વારા ઇંટ-પત્થર વડે માર મારવામાં આવતા લક્ષ્મણ વાલજીભાઇ ભીલ (૪૫) અને ધ્રુવ લક્ષ્મણભાઈ ભીલ (૧૪) રહે.બંને વીરપર ને ઇજા થયેલ હોય સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના ખાનપર ગામ પાસે ખેતરમાં કામ કરતા સમયે સાપ કરડી જતા નાનજીભાઈ ભાયકાભાઈ ડાવર નામના ૨૭ વર્ષના યુવાનને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.









