મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે મિશન મધમાખી સેમિનાર યોજાયો તેરા તુજકો અર્પણ: મોરબીમાં સોની વેપારીની દુકાનમાંથી ચોરી થયેલ 17.24 લાખના સોના ચાંદીના દાગીના પરત આપતા એસપી મુકેશ પટેલનું સોની સમાજે કર્યું સન્માન
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: મોરબીમાં સોની વેપારીની દુકાનમાંથી ચોરી થયેલ 17.24 લાખના સોના ચાંદીના દાગીના પરત આપતા એસપી મુકેશ પટેલનું સોની સમાજે કર્યું સન્માન


SHARE







તેરા તુજકો અર્પણ: મોરબીમાં સોની વેપારીની દુકાનમાંથી ચોરી થયેલ 17.24 લાખના સોના ચાંદીના દાગીના પરત આપતા એસપી મુકેશ પટેલનું સોની સમાજે કર્યું સન્માન

મોરબીમાં રાધા કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનની દીવાલમાં બાકોરુ પાડીને તસ્કર દ્વારા સોના ચાંદીના દાગીના તથા ચાંદીના ભંગારની ચોરી કરવામાં આવી હતી જેથી કુલ મળીને 17.24 લાખના મુદ્દામાલની ચોરી થયાની વેપારીએ ફરિયાદ કરી હતી તેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને ચોરીમાં ગયેલ 100 ટકા મુદામાલ રિકવર કર્યો હતો જે આજે એસપીના હસ્તે મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી સોની સમાજના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા એસપી સહિતના અધિકારીઓની કામગીરીને બિરદાવીને તેઓનું સન્માન કરવામાં આવ્યો હતો

મોરબીના સરદાર રોડ ઉપર આવેલ રાધા કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનની દિવાલમાં બાકોરુ પાડીને દુકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા ભંગારમાંથી 24 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત 2.74 લાખ રૂપિયા તથા 6 કિલો 250 ગ્રામ ચાંદીના દાગીના જેની કિંમત 12.50 લાખ તથા ચાંદીનો 1 કિલો 500 ગ્રામ ભંગાર જેની કિંમત 2 લાખ રૂપિયા આમ કુલ મળીને 17.24 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી મોરબીના સરદાર રોડ ઉપર આવેલ ખારા કુવા વાળી શેરીમાં રહેતા સોની વેપારી દીપકભાઈ જયંતીભાઈ માંડલિયાએ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી.

આ ગુનાનો ભેદ ઉકેલવા માટે મોરબી એ ડિવિજનના પીઆઇ વાય.બી.જાડેજાની સૂચના મુજબ સ્ટાફ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં મોરબીના વાવડી રોડ ઉપર આવે શ્રીજી પાર્ક ખાતે ભાડાના મકાનમાં રહેતા કરીમભાઈ હાસમભાઈ માણેક તથા તેના દીકરા મુસ્તાકભાઈ કરીમભાઈ માણેકની પોલીસે ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરીમાં ગયેલ 17.24 લાખનો સોના ચાંદીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જે તમામ મુદ્દામાલ તેરા તુજકો અર્પણ અંતર્ગત આજે મોરબીના એસપી મુકેશ પટેલના હસ્તે મૂળ માલિકને પરત આપવામાં આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા સોની સમાજના પ્રમુખ રશ્મિનભાઈ આડેસરા સહિતના આગેવાનો દ્વારા એસપી મુકેશ પટેલ, ડીવાયએસપી જે.એમ.આરલ તથા એ ડિવિઝનના પીઆઇ વાય.બી.જાડેજાની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું




Latest News