મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે મિશન મધમાખી સેમિનાર યોજાયો
SHARE
મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે મિશન મધમાખી સેમિનાર યોજાયો
મોરબીના ગોર ખીજડીયા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં મિશન મધમાખી કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાગાયતી પાકોને પરાગનયનની પ્રક્રિયાને પ્રોત્સાહન, આપવા અને મધમાખી પાલનને વ્યવયસાલક્ષી પ્રવૃત્તિ તરીકે વિકસાવવા માટે માર્ગદર્શન આવ્યું હતું મધમાખી પાનના વૈજ્ઞાનિક અભિગમથી તેની ઉછેરની પદ્ધતિઓમાં મધપૂડાના વ્યવસ્થાપન, મધુ ઉત્પાદન વગેરે જેવી પ્રવૃત્તિઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ખેડૂત મધમાખી પાલન દ્વારા આર્થિક ઉપાર્જનની નવી તકોનું નિર્માણ કરી શકે તે માટે પરાગનયન ફડો શાકભાજી તથા અન્ય બાગાયતી પાકોમાં ફડધારણ ઉત્પાદન અને ગુણવત્તા સુધારવા તેમજ વધુ આવકના સ્ત્રોત કઈ રીતે પ્રાપ્ત થાય તેનું માર્ગદર્શન આપવા માં આવ્યું હતું. ખેડૂતો માં મધમાખી પાલન અંગેની જાગૃતિ, બાગાયતી પાકોના ઉત્પાદન સુધારા કરવા તેમજ તે માટેના સાધનો વિકસાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન મોરબી નાયબ બાગાયત નિયામક કચેરી મોરબીના અધિકારીઓ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ હાજર રહી ખેડૂતોમાં નવા ઉત્સાહ સાથે મધમાખી ઉછેર કેન્દ્ર વિકસાવવા પ્રોત્સાહન પડ્યું હતું