ટંકારાના ઓટાળા ગામે સરકારી જમીનમાં મંદિર બનાવતી મહિલાને દંપતીએ માર માર્યો
ટંકારાના લજાઈ હડમતીયા રોડે કારખાનામાં થયેલ યુવાનની હત્યાના બનાવમાં ગુનો નોંધાયો
SHARE
ટંકારાના લજાઈ હડમતીયા રોડે કારખાનામાં થયેલ યુવાનની હત્યાના બનાવમાં ગુનો નોંધાયો
ટંકારાના લજાઈ હડમતીયા રોડ ઉપર આવેલ કારખાનાની અંદર રહેતા યુવાન સાથે કામ બાબતે ઝઘડો કરીને એક શખ્સ તેને માર મારી રહ્યો હતો જેથી યુવાનને બચાવવા માટે તે જ કકરણમાં રહેતો બીજો યુવાન વચ્ચે પડ્યો હતો જેને માથાના ભાગે લાકડાનો ધોકો મારવામાં આવતા તેને ગંભીર ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મૂળ બિહારના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા રોડ ઉપર આવેલ મેગા ટોન પોલિપેક નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રોશન કુમાર (25)એ હાલમાં રોશન કુમાર વિરેન્દ્ર મંડલ રહે. બિહાર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મેગા ટોન પોલીપેક કારખાનામાં ફરિયાદીને આરોપી સાથે કામ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો અને આરોપી ફરિયાદીને માર મારતો હતો જેથી મનોહરરાજ મંડલ વચ્ચે પડીને ફરિયાદીને બચાવવા ગયો હતો ત્યારે આરોપીએ મનોહરરાજને માથાના ભાગે લાકડાનો ધોકો મારીને ગંભીર ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે ટંકાર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે









