મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત ટંકારાના લજાઈ હડમતીયા રોડે કારખાનામાં થયેલ યુવાનની હત્યાના બનાવમાં ગુનો નોંધાયો ટંકારાના ઓટાળા ગામે સરકારી જમીનમાં મંદિર બનાવતી મહિલાને દંપતીએ માર માર્યો મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: નીચી માંડલ પાસે કારખાનાની કોલોનીમાં ઉપરથી  સમાન સાથે નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત વાંકાનેર નજીક કારખાનામાં શોર્ટ લગતા યુવાનનું મોત: માટેલ રોડે કારખાનામાં બીમારી સબબ બેભાન થઈ ગયેલ તરુણનું મોત મોરબીમાં 10,224 બોટલ દારૂ-બિયરનું કટિંગ થાય તે પહેલા જ એલસીબી ત્રાટકી, 81.11 લાખનો મુદ્દામાલ કબજે, માલ મોકલાવનાર- મંગાવનારની શોધખોળ રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત


SHARE







મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બર સામે બાઈક ચાલકે વૃદ્ધાને હડફેટે લેતા તેને શરીરે ગંભીર ઇજા થઈ હતી અને તે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું જો કે, અકસ્માત સર્જીને બાઈક ચાલક સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધાના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રામજી મંદિર વાળી શેરીમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ સાતોલા (47)એ હાલમાં બાઈક નંબર જીજે 36 બીસી 3067 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બર સામેથી આરોપી પોતાના હવાલા વાળું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે જોખમી રીતે બાઈક ચલાવીને ફરિયાદીના કાકી મંજુલાબેન (60)ને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો ત્યાર બાદ બાઈક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો. આ બનાવમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી મૃતક વૃદ્ધાના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

મોરબીના જુના રોડ ઉપર ત્રાજપર ખારીના નાકા પાસે આવેલ શિવશક્તિ કોમ્પલેક્ષમાં પહેલા માળે વેલકમ સ્પા આવેલું છે અને ત્યાં કામ કરતાં સ્પાના વર્કરોના બાયોડેટા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યા ન હતા અને સીસીટીવી કેમેરામાં નિયમ મુજબનું રેકોર્ડિંગ રાખવામાં આવતું ન હતું જેથી જાહેરનામાનો ભંગ થતો હોય સ્પાના સંચાલક સરદકુમાર ધર્મેન્દ્રભાઈ ભોરણીયા (27) રહે સંત કબીર રોડ સરસ્વતી વિદ્યાલય સામે રાજકોટવાળાને પકડીને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News