મોરબીમાં ગ્રાહકને સોલારની ખામી દૂર કરી આપીને ૫૦૦૦ નો ખર્ચ આપવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબીના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં કિસાન સન્માન દિવસનો કાર્યક્રમ યોજાયો મોરબી નવયુગ વિદ્યાલયના વર્ગખંડથી વર્ગ–૧ સુધીની રીમાબેન અંબાણી અનેરી સિદ્ધિ મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ અંતર્ગત સમયપત્રકમાં ફેરફાર મોરબી: તાર ફેન્સિંગ યોજના હેઠળ ૧.૮૦ લાખની સરકારી સહાય મેળવી ખેડૂતે જંગલી ભૂંડ-રોઝડાના ત્રાસથી મેળવી મુક્તિ CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા ૨૫ નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે રન ફોર યુનિટી અને પ્રભારી મંત્રીની હાજરીમાં એ.પી.એમ.સી.માં યોજાશે કાર્યક્રમ એસએમસી ત્રાટકી: વાંકાનેરમાંથી 55 પેટી દારૂ-બિયર ભરેલ ફોર્ચ્યુનર સાથે 4 શખ્સો પકડાયા, 35.49 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી નવયુગ વિદ્યાલયના વર્ગખંડથી વર્ગ–૧ સુધીની રીમાબેન અંબાણી અનેરી સિદ્ધિ


SHARE









મોરબી નવયુગ વિદ્યાલયના વર્ગખંડથી વર્ગ–૧ સુધીની રીમાબેન અંબાણી અનેરી સિદ્ધિ

કોઈ વિદ્યાર્થિની સફળતાના શિખરે પહોંચે ત્યારે તેની સાથે તેને ભણાવનાર શિક્ષકો અને તેની શાળા પણ ગૌરવ અનુભવે છે. આજે નવયુગ પરિવાર માટે આવો જ આનંદ અને ગર્વનો અવસર આવ્યો છે. મોરબી નવયુગની ભૂતપૂર્વ વિદ્યાર્થિની રીમાબેન પ્રવીણભાઈ અંબાણીએ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં નવમો ક્રમાંક મેળવી વર્ગ–૧માં પસંદગી પામી, પોતાની મહેનત અને દૃઢ સંકલ્પનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ ઉજ્જ્વળ સિદ્ધિ બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા સમગ્ર નવયુગ પરિવાર હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવે છે.

મોરબી નવયુગ વિદ્યાલય શાળામાંથી વિદાય લીધા પછી પણ વિદ્યાર્થી સાથેનો લાગણીનો સંબંધ ક્યારેય પૂર્ણ થતો નથી. વર્ષો પછી જ્યારે પોતાની જ વિદ્યાર્થિનીની સફળતાના સમાચાર મળે છે, ત્યારે શિક્ષકોને પોતાના શિક્ષણકાર્યની સાર્થકતાનો આનંદ થાય છે. રીમાબેનની આ સિદ્ધિએ આજે સમગ્ર નવયુગ પરિવારને એવી જ આત્મીય ખુશી આપી છે. રીમાબેનની સફળતા નવયુગમાં અભ્યાસ કરતી અનેક દીકરીઓને મોટાં સપનાં જોવા અને તેને સાકાર કરવા પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપશે. તેમની આ સિદ્ધિ દરેક વિદ્યાર્થીને વિશ્વાસ અપાવે છે કે નિષ્ઠાપૂર્વક કરેલી મહેનત સફળતાનો માર્ગ ખોલે છે.




Latest News