મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વર્ષમેડી ગામ પાસે ફાટક નજીક ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં 9 વર્ષના બાળકનું મોત


SHARE









માળીયા (મી)ના વર્ષમેડી ગામ પાસે ફાટક નજીક ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં 9 વર્ષના બાળકનું મોત

માળીયા મીયાણા તાલુકાના વર્ષમેડી ગામ પાસે આવેલ ફાટક નજીક વાહનનો ઓવરટેક કરવા જતા સમયે ટ્રક ચાલકે સીએનજી રીક્ષાને લીધી હતી જેથી કરીને રિક્ષા ચાલક તથા રિક્ષામાં બેઠેલા તેના દીકરા અને ભત્રીજાને ઇજાઓ થયેલ હતી જેમાં રિક્ષા ચાલકના 9 વર્ષના દીકરાને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ નવલખી જુમ્માવાડી વિસ્તારના રહેવાસી અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં રહેતા અને માછીમારોનો ધંધો કરતા ગફુરભાઈ સતારભાઈ જામ (46)એ ટ્રક નંબર જીજે 36 વી 9511 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, નવલખી હાઇવે રોડ ઉપર એચ.પી.ના પેટ્રોલ પંપ નજીક વર્ષામેડી ફાટક પાસેથી આરોપી તેના હવાલા વાળો ટ્રક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બેફિકરાયથી ટ્રક ચલાવ્યો હતો અને વાહનનો ઓવરટેક કરવા જતા સમયે ફરિયાદીની સીએનજી રીક્ષા નંબર જીજે 3 એડબલ્યુ 9026 ને હડફેટે લઈને અકસ્માત કર્યો હતો આ બનાવમાં ફરિયાદી તથા તેના દીકરા અને ભત્રીજાને ઇજાઓ થયેલ હતી જો કે, ફરિયાદીના દીકરા ડાડું ગફુરભાઈ જામ (9)ને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનુ મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News