મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાંથી સાયબર ફ્રોડના ગુનામાં પકડાયેલા 5 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ: ભેજાબાજોની શોધખોળ ચાલુ


SHARE









મોરબીમાંથી સાયબર ફ્રોડના ગુનામાં પકડાયેલા 5 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ: ભેજાબાજોની શોધખોળ ચાલુ

મોરબીમાં રહેતા શખ્સોના બેન્ક એકાઉન્ટમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી સાયબર ફ્રોડ અને ઠગાઈથી મેળવેલ 1.34 કરોડથી વધુની રકમ આવી હતી અને તે રૂપિયા સગેવગે કરવામાં આવ્યા હતા જેથી સમન્વય અને એનસીસીઆરટી પોર્ટલ ઉપર દેશના જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં 41 જેટલી ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે હાલમાં કુલ 11 શખ્સો સામે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે સાયબર ફ્રોડ અને ઠગાઈનો ગુનો નોંધાયો છે આ ગુનામાં પોલીસે બેન્ક એકાઉન્ટ આપનારા 5 આરોપીઓની ધરપકડ કરી છે જેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબીમાં રહેતા ચેતન પલાણ, રાજુભાઈ જોષી અને ભરતભાઈ બારડ દ્વારા તેઓના મળતીયાઓની સાથે મળીને અલગ અલગ રાજ્યના અલગ અલગ વ્યક્તિઓ સાથે છેતરપિંડી કે સાઇબર ફ્રોડ કરીને મેળવેલા નાણા સગેવગે કરવા માટે થઈને અન્ય આરોપીઓને એજન્ટ બનાવીને તેઓના બેન્ક એકાઉન્ટ મેળવી લેવામાં આવ્યા હતા અને અન્ય આરોપીઓને તેઓને બેન્ક એકાઉન્ટની સામે કમિશન આપવામાં આવતું હતું અને તમામ બેન્ક એકાઉન્ટની અંદર તા. 1/1/2023 થી 27/12/2025 દરમિયાન કુલ મળીને 7,26,20,266 જેટલી રકમની શંકાસ્પદ લેવડ-દેવડ કરવામાં આવી છે અને આ ખાતાઓની અંદર આવેલા રૂપિયાને યુપીઆઈ આઈડી, આઈએમપીએસ તથા આરટીજીએસ દ્વારા અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી નાખવામાં આવ્યા છે ત્યાર બાદ રૂપિયાને રોકડેથી વિડ્રો કરી લેવામાં આવેલ છે

આ બાબતે સમન્વય અને એનસીસીઆરટી પોર્ટલ ઉપર અલગ અલગ રાજ્યમાં 41 જેટલી ફરિયાદ નોંધાયેલ છે જેમાં 1,34,53,996 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરીને આર્થિક લાભ મેળવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે જેથી મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.પી.વ્યાસ દ્વારા જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ચેતન કિશોરભાઈ પલાણ, રાજુભાઈ જોષી, ભરતભાઈ બારડ, હિતેશ મોહનભાઈ પૈજા, ભાવેશભાઈ પ્રાણલાલ રામાવત, બળવંતભાઈ દેવશીભાઈ વામજા, પ્રકાશભાઈ નર્મદાશંકર જોશી, કિરણભાઈ કાંતિભાઈ પરમાર, કાંતિભાઈ તરસીભાઇ પરમાર, સુરેશભાઈ કાંતિભાઈ પરમાર અને અશ્વિનસિંહ દોલુભા ઝાલા સામે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે આરોપી હિતેશ મોહનભાઈ પૈજા, ભાવેશ પ્રાણલાલ રામાવત, બળવંતભાઈ દેવશીભાઈ વામજા, પ્રકાશ નર્મદાશંકર જોશી તથા અશ્વિનસિંહ દોલુભા ઝાલાની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી આરોપીઓના એકાઉન્ટમાં આવેલા પૈસા ક્યાંથી આવ્યા હતા ?, કોના કોના ખાતામાં કેવી રીતે ટ્રાન્સફર કર્યા હતા ? તે સહિતની બાબતોની તપાસ હવે પોલીસે શરૂ કરી છે.

મોરબી જિલ્લામાં અગાઉ પણ સાયબર ફ્રોડને લગતી ફરિયાદો નોંધાયેલી છે અને તે ગુનાની અંદર પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવ્યા છે જોકે આ પ્રકારના ગુનાઓની અંદર અત્યાર સુધીમાં મોટાભાગે જે બેન્ક એકાઉન્ટની અંદર રૂપિયા આવ્યા હોય છે તે બેન્ક એકાઉન્ટના ધારકને પકડવામાં આવે છે જેને ખરેખર સાયબર ફ્રોડ વિશે કોઈ માહિતી હોતી નથી પરંતુ મુખ્ય ભેજા બાજો સુધી પોલીસ તંત્ર પહોંચી શકતું નથી તે હકીકત છે તેવામાં હાલમાં જે દેશ વ્યાપી સાયબર ફ્રોડનું કૌભાંડ સામે આવ્યું છે અને તેમાં 11 શખ્સો સામે ગુનો નોંધાયો છે તે પૈકીના 5 બેન્ક એકાઉન્ટ ધારકની હાલમાં ધરપકડ કરવામાં આવી છે જોકે મુખ્ય ભેજાબાજ સુધી પોલીસ પહોંચશે કે કેમ તેના ઉપર સહુ કોઈની નજર મંડાયેલ છે.




Latest News