મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન


SHARE









મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની શાળા પરિવહન યોજના બની આશાનું વાહન

ક્યારેક શાળા સુધી પહોંચવાનું અંતર માત્ર રસ્તાનું અંતર નથી હોતું, પરંતુ તે અનેક દીકરીઓના શિક્ષણ અને સપનાઓ વચ્ચેનો અવરોધ પણ બની જાય છે. જોકે, સરકારની શાળા પરિવહન યોજનાએ આ અવરોધને દૂર કરી દીકરીઓના શિક્ષણની સફરને વધુ સરળ બનાવી છે.

મોરબી તાલુકાની પી.એમ. શ્રી માધાપરવાડી કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. અગાઉ શાળાથી દૂર રહેતી દીકરીઓને દરરોજ શાળાએ આવવા-જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. વાહનવ્યવસ્થાના અભાવે સમયસર શાળાએ પહોંચવું મુશ્કેલ બનતું અને પરિવહન ખર્ચનો બોજ પણ વાલીઓ પર પડતો હતો.પરંતુ હવે પરિવહન સુવિધા મળતાં દીકરીઓની શાળા સુધીની સફર સરળ બની છે. સમયસર શાળાએ પહોંચવાની સાથે અભ્યાસમાં નિયમિતતા અને શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ પણ વધ્યો છે. શાળામાં અગાઉ વિદ્યાર્થીઓની સંખ્યા ૨૪૦ આસપાસ હતી જ્યારે ૨૦૨૧ થી આ વાહન સુવિધા ના કારણે આજે શાળામાં ૪૬૨ વિદ્યાર્થીઓ હોશે હોશે ભણી રહ્યા છે. આજે આ દીકરીઓ માટે શાળા સુધી પહોંચવાનું અંતર તેમના સપનાઓની વચ્ચે અવરોધ બનતું નથી. શાળા પરિવહન યોજના માત્ર મુસાફરીની સુવિધા નથી, પરંતુ દીકરીઓના શિક્ષણ, આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. જ્યારે દીકરીઓને શાળા સુધી પહોંચવાનો માર્ગ સરળ બને છે, ત્યારે તેમના સપનાઓને પણ નવી ઊંચાઈ મળે છે.




Latest News