મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર


SHARE









મોરબી જિલ્લાના ૫૭ આરોગ્ય કેન્દ્રોને પ્રાપ્ત થયું NQAS પ્રમાણપત્ર

ગ્રામીણ ક્ષેત્રના છેવાડાના માનવી સુધી પારદર્શક, આધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા રહી છે. નાગરિકોના સ્વાસ્થ્ય સંવર્ધન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા જનકલ્યાણકારી અભિયાનો આજે જમીની સ્તરે સાર્થક સાબિત થઈ રહ્યા છે. આ દિશામાં સિદ્ધિ હાંસલ કરતા મોરબી જિલ્લાના આરોગ્ય તંત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર રાજ્યમાં વહીવટી અને તબીબી કુશળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. NQAS પ્રમાણપત્રની સિદ્ધિ અને વ્યાપ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા કઠિન નેશનલ એસેસમેન્ટ અને ગુણવત્તાના ૧૨ સર્વિસ પેકેજ માપદંડો પર મોરબી જિલ્લાની આરોગ્ય સંસ્થાઓ ખરી ઉતરી છે.

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ કુલ ૫૦ આયુષ્માન આરોગ્ય મંદિરો (સબ સેન્ટર) અને ૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મળીને કુલ ૫૭ આરોગ્ય સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાનું પ્રતિષ્ઠિત NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આ પ્રમાણપત્રોનો વ્યાપ જોઈએ તો, મોરબી તાલુકામાં ૧૬ સબ સેન્ટર અને ૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળી કુલ ૨૧, વાંકાનેર તાલુકામાં ૨૪ સબ સેન્ટર એમ કુલ ૨૪, માળીયા તાલુકામાં ૨ સબ સેન્ટર અને ૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળી કુલ ૩, ટંકારા તાલુકામાં ૬ સબ સેન્ટર અને ૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળી કુલ ૭, તેમજ હળવદ તાલુકામાં ૨ સબ સેન્ટર એમ કુલ ૨ આરોગ્ય સંસ્થાઓ NQAS પ્રમાણપત્રથી સજ્જ થઈ છે. હાલમાં હળવદના નવા દેવળિયામાં ૯૪.૨૭% સાથે અને ટંકારાના વિરપરમાં ૮૯.૯૫% સાથે આયુષ્માન આરોગ્ય મંદિરોએ ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરી આ યાદીને વધુ મજબૂત બની છે.

આ આરોગ્ય કેન્દ્રો દ્વારા નાગરિકોને પ્રાથમિક આરોગ્ય ચકાસણી, સગર્ભા મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને માતૃત્વ સેવાઓ, શિશુ તથા બાળ આરોગ્ય અને પોષણ સંભાળ, કુટુંબ કલ્યાણ, ચેપી અને બિન-ચેપી રોગોનું સચોટ નિદાન તથા સારવાર, ઇમરજન્સી સેવાઓ તેમજ આયુષ અને યોગ પદ્ધતિઓ સહિતની ૧૨ જેટલી મહત્વપૂર્ણ સેવાઓ નિઃશુલ્ક અને સરળતાથી પૂરી પાડવામાં આવી રહી છે. સમર્પિત આરોગ્ય કર્મચારીઓની સખત મહેનતના પરિણામે આ સિદ્ધિ શક્ય બની છે. સરકાર અને આરોગ્ય તંત્રના આ સંયુક્ત પ્રયાસોથી ગ્રામીણ નાગરિકોના જીવનમાં ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સુખાકારીમાં વધારો થયો છે.




Latest News