બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં કલેકટરની હાજરીમાં લંચ વિથ લાડલીનો કાર્યક્રમ યોજાયો
યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં 13 મહિનાથી રાખવામાં આવેલ મોરબીના સાહિલ માજોઠીની માતા કાલે વ્હોટ્સ એપ કોલથી કરશે વાત
SHARE
યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં 13 મહિનાથી રાખવામાં આવેલ મોરબીના સાહિલ માજોઠીની માતા કાલે વ્હોટ્સ એપ કોલથી કરશે વાત
મોરબીનો સાહિલ માજોઠી હાલમાં યુક્રેનના ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે અને તેને ભારત પરત લાવવા માટે તેની માતા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને કેન્દ્ર સરકારમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટમાં પણ મુદ્દો ચાલી રહ્યો છે તેવામાં સાહિલ માજોઠીના સુપ્રીમ કોર્ટના વકીલ દીપા જોસેફ હાલમાં યુક્રેન પહોંચ્યા છે અને ગુરુવારે તેઓ ડિટેન્શન સેન્ટરમાં જઈને સાહિલને મળવાના છે અને ત્યાંથી સાહિલની માતા સાથે તેઓ વ્હોટ્સ એપ કોલથી સાહિલની વાત પણ કરાવશે.
મોરબીનો સાહિલ માજોઠી રશિયાની ITMO યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ગયો હતો અને પાર્ટ-ટાઇમ નોકરી દરમિયાન તેને અજાણતા એક પાર્સલ પહોંચાડવાનું કહેવામાં આવ્યું હતું જેમાં કથિત રીતે ડ્રગ્સ હતું જેથી રશિયામાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને સાહિલ પાસે પાર્સલની સામગ્રી વિશે કોઈ જાણકારી ન હોવા છતાં તેને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. અને ત્યાર બાદ રશિયન અધિકારીઓએ કથિત રીતે તેને રશિયન નાગરિકતા સ્વીકારવા અને રશિયન સેનામાં સામેલ કરવા દબાણ કર્યું હતું, પરંતુ તેમણે ના પાડી તેમ છતાં તેને બંદૂક રાખવા દબાણ કર્યું હતું અને યુક્રેનની સરહદ ઉપર મોકલવામાં આવેલ હતો.
જો કે, જીવ બચાવવા અને યુદ્ધમાં બળજબરીથી બચવા માટે તેણે રશિયન-યુક્રેન સરહદ નજીક યુક્રેનિયન અધિકારીઓ સમક્ષ સ્વેચ્છાએ તા.8/10/2025 ના રોજ આત્મસમર્પણ કર્યું હતું ત્યારથી તે યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં છે એટલે કે છેલ્લા 13 મહિનાથી સાહિલ યુક્રેનમાં છે જેને ભારત પરત લાવવા માટે થઈને તેની માતા હસીનાબેન માજોઠી દ્વારા અત્યાર સુધીમાં ધારાસભ્ય, સાંસદ, મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકાર સુધી રજૂઆતો કરવામાં આવી છે આટલું જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટમાં પણ આ મેટર ચાલી રહી છે અને સુપ્રીમ કોર્ટના સાહિલના વકીલ દીપા જોસેફ હાલમાં યુક્રેન ખાતે ગયા છે અને ત્યાં તેઓ તા. 5/11/2026 ના રોજ સાહિલ માજોઠીને મળવા માટે જવાના છે અને ત્યાંથી તેવા વ્હોટ્સ એપ કોલના માધ્યમથી સાહિલ માજોઠીની તેની માતા સાથે વાત પણ કરાવશે અને વહેલી તકે સાહિલ ભારત પરત આવે તેના માટે દીપા જોસેફ આગામી દિવસોમાં યુક્રેન ખાતે ત્યાંના આર્મીના અધિકારી સાથે પણ મુલાકાત કરવાના છે તેવું હાલમાં સાહિલ માજોઠીના માતા પાસેથી જાણવા મળી રહ્યું છે.