મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત
SHARE
મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત
મોરબીના રવાપર ગામે રહેતા યુવાનને છેલ્લા કેટલાક વર્ષોથી કેન્સરની બીમારી હોય તેને સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો.દરમિયાનમાં અમદાવાદથી પરત મોરબી લાવતા હતા.ત્યારે રસ્તામાં યુવાનનું મોત નિપજયુ હતું.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અહિંના રવાપર ગામે ઘુનડા રોડે આવેલ ઉમિયાનગર સોસાયટીમાં રામદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઈ છગનભાઈ કાવર નામના ૩૮ વર્ષના યુવાનને છેલ્લા છએક વર્ષથી કેન્સરની બીમારી હોય અને બીમારી સબબ તેને અમદાવાદ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો.અને ત્યાંથી પરત મોરબી લાવતા હતા ત્યારે ચરાડવા પાસે તે બેભાન થઈ ગયેલ હોય તેને અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો.જોકે અહીં ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવેલી હોય સ્ટાફના બી.બી.ડાભી દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
દારૂ પકડાયો
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે બાતમીને આધારે ખુલ્લા પ્લોટમાં બાવળની કાંટમાં રેડ કરી હતી.ત્યારે દારૂ-બિયરનો જથ્થો કિંમત રૂા.૧૯,૧૩૫ ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી મનસુખભાઈ ઉર્ફે મુન્નો લવજીભાઈ ગોયલ નામનો શખ્સ મળી આવ્યો હોય તેની સામે પ્રોહિબિશન એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.તેમજ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વાંકાનેર હાઇવે ઉપર આવેલા લખધીરપુર રોડ શક્તિ ચેમ્બર નજીક દંગામાં (ઝુંપડામાં) ચેક કરતાં ત્યાં મેહુલ મહેશભાઇ સિંધવ સરાણીયા (૧૯) નામના ઇસમની દારૂની એક નાની બોટલ કિંમત રૂા.૫૦ સાથે અટકાયત કરવામાં આવી હતી.
મહિલા સારવારમાં
મોરબીના ઉમિયા સર્કલથી મહારાણા પ્રતાપ સર્કલ બાજુ જતા વખતે રસ્તામાં ભવાની બેકરી પાસે સ્કૂટર આડે કૂતરૂ વચ્ચે આવી જતા વાહન સ્લીપ થયું હતું.જે બનાવમાં રશ્મિબેન વેદાંતભાઈ કુંડારીયા (૩૦) રહે.ગોપાલ સોસાયટી સામાકાંઠે મોરબી-૨ ને ઇજા થયેલ હોય સારવાર માટે આયુસ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.મોરબીના શનાડા ગામે રહેતો સુનિલ મુકેશભાઈ સોલંકી નામનો ૨૫ વર્ષનો યુવાન લીલાપર ડેમ નજીક હતો ત્યાં ભડો અને પકા નામના બે લોકોએ માર માર્યો હોય સારવારમાં ખસેડાયો હતો.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.
દવા પીધી
મોરબીના જીકીયારી ગામે દીપકભાઈની વાડીએ રહીને કામકાજ કરતા પરિવારની અનુબેન નથુભાઈ મસાણીયા નામની ૪૦ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર વાડીએ દવા પી લીધી હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ હળવદના દેવડીયા ગામે થયેલા વાહન અકસ્માત બનાવમાં ઇજા પામેલ જયેશ જગુભાઈ ઠાકોર નામના ૩૬ વર્ષના યુવાનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. અને ટંકારા ખાતે કેનાલ રોડ ઉપર આવેલ બાંધકામ સાઇટ ઉપર એક માળ જેટલી ઊંચાઇએથી નીચે પડી જતા રાવતરામ નામના ૨૮ વર્ષના યુવાનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો