મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 2 શખ્સ પકડાયા મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં ટેબલ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ 4 વર્ષની બાળકીનું સારવારમાં મોત અમદાવાદના યુવાને ધંધામાં આર્થિક સંકળામણ આવતા હળવદ નજીક કેનાલમાં ઝંપલાવીને કર્યો આપઘાત   મોરબીના રવાપર ગામે રહેતા યુવાનનું કેન્સરની બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા


SHARE









મોરબીમાં કચરમાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા

મોરબીમથી દરરોજનો જે કચરો નીકળે છે તેમાંથી ગેસ બનાવવા માટેનો 146 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં મોરબીના લાલપર ગામની નજીક આવેલ મહાપાલિકાની ડમ્પીંગ સાઈડ ખાતે 13 એકરમાં પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે આ ઉપરાંત મચ્છુ નદીમાંથી ગાંડી વેલને કાયમી ધોરણે દૂર કરવા માટે, નંદીઘર સુધી ઘાસચારાને પહોંચાડવા માટે મહત્વના નિર્ણય કરવામાં આવેલ છે અને મહાકાલિકાના ગ્રાઉન્ડમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા છે તેના બિલમાં વિસંગતતા હોવાથી હાલમાં બિલને અટકાવી દેવામાં આવેલ છે.

મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગઇકાલે મળી હતી અને આ બેઠકમાં મોરબી શહેરમાંથી એકત્રિત કરવામાં આવતા કચરામાંથી ગેસ બનાવવા માટે 146 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે અને મોરબીના લાલપર ગામની નજીક આવેલ મહાપાલિકાની ડમ્પીંગ સાઈડ ખાતે 13 એકરમાં પ્લાન્ટ તૈયાર કરીને ત્યાં દૈનિક 250 ટન કચરાનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને આ પ્રોજેકટ માટે એજન્સી 60 ટકા અને કોર્પોરેશન 40 ટકા રોકાણ કરશે તેમજ સરકાર તરફથી પણ ગ્રાન્ટ આપવામાં આવશે. અને હાલમાં જે એજન્સીને કામ સોંપવામાં આવશે તે આગામી 15 વર્ષ સુધી પ્લાન્ટનું સંચાલન કરશે અને ત્યારબાદ તમામ મશીનરી કોર્પોરેશનને આપી દેશે.

મોરબી મહાપાલિકાના 46 જેટલા કંડમ વાહનોની હરાજી કરવાથી મહાપાલિકાને 32 લાખ રૂપિયાની આવક થઇ છે જો કે, મહાકાલિકાના ગ્રાઉન્ડમાં 10,000 ચોરસ ફૂટ વિસ્તારમાં પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી છે તેનું 18 લાખનું બિલ આવ્યું છે જેથી આ બિલને હાલમાં ભાવમાં વિસંગતતાને લીધે અટકાવી દેવામાં આવ્યું છે તો મોરબીના શોભેશ્વર રોડ ઉપર વોર્ડ નં-5 માં હાઈમાસ્ક ટાવર લાઇટ ઊભી કરવામાં આવશે, મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીમાં ગાંડી વેલના કારણે ગંદકી, મચ્છરનો ઉપદ્રવ સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે જેથી તેને કાયમી ધોરણે દૂર કરવા માટે અન્ય કોર્પોરેશન દ્વારા જે રીતે મશીનનો ઉપયોગ કરીને ગાંડી વેલનો નિકાલ કરવામાં આવે છે તેવી જ રીતે મચ્છુ નદીમાંથી ગાંડી વેલનો નિકાલ કરવામાં આવશે. તેમજ મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નંદીઘર ખાતે રાખવામાં આવતા નંદીઓ માટે દાતાના સહકારથી ઘાસચારો મળી રહે છે પરંતુ ઘાસચારાને ત્યાં પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ન ઉભો થતો હતો જેથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરીને ઘાસચારાને નંદીઘર સુધી પહોંચાડવા માટેનો તમામ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ મહાપાલીકા દ્વારા પૂરો પાડવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.




Latest News