મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને બે વર્ષની સજા મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકાએ યુવાન ઉપર ફાયરિંગ કરીને મર્ડર મામલે હથીયાર આપનાર આરોપીની ધરપકડ

 

મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ મફતીયાપરમાં થોડા સમય પહેલા જ ત્યાં રહેવા માટે આવેલ મૂળ સુરેન્દ્રનગરના યુવાન ઉપર તેના સગા કાકા સહિત કુલ ચાર વ્યક્તિઓ દ્વારા જીવલેણ હુમલો કરી હત્યા કરવામાં આવી હતી.મૃતકના ભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે અગાઉ મુખ્ય ચાર આરોપીની ધરપકડ કરી હતી.અને હાલ ગુનામાં હથીયાર આપનાર રાજસ્થાની શખ્સને પકડીને જેલ હવાલે કરેલ છે.
 
મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી અને મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરા વિસ્તારમાં થોડા સમય પહેલા જ રહેવા માટે આવેલ હનીફભાઈ ગફુરભાઈ ભટ્ટી (૩૫) નામના યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને તેના ઉપર ફાયરિંગ કરીને તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા.જેથી ગંભીર રીતે ઈજા પામેલ યુવાનનું મોત નીપજયું હતું.જેથી મામલો મર્ડરમાં પરીણ્મયો હતો.મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઇને તપાસ કરવામાં આવી હતી.મૃતક હનીફ ભટ્ટીના ભાઈ રમજાનભાઈ ભટ્ટીએ ફરીયાદમાં તે સમયે જણાવ્યું હતું કે તેઓ હાલમાં સુરેન્દ્રનગર ખાતે રહે છે અને તેનો ભાઈ થોડા સમય પહેલા જ મોરબી ખાતે રહેવા માટે આવ્યો હતો દરમિયાન રાત્રિના સમયે તેઓના કાકા ફારૂકભાઈ અલારખાભાઈ ભટ્ટી, રિયાઝ ફારૂકભાઈ ભટ્ટી, સમીર જાકીરભાઈ સૈયદ અને નઝિમ મુન્નાભાઈ દિવાન નામના ચાર વ્યક્તિઓ દ્વારા હનીફભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમજ તીક્ષ્ણ હથિયાર વડે શરીર ઉપર ઘા ઝીકવામાં આવ્યા હતા. જેથી હાનીફભાઈ ભટ્ટીનું મોત નિપજ્યું હતું.બનાવ બનવા પાછળનું કારણ રમજાનભાઈના કહેવા મુજબ તેઓના કાકા ફારૂકભાઈ અલારખાભાઈ ભટ્ટી ઇંગ્લિશ દારૂનો ગેરકાયદે ધંધો કરતા હોય તેના ઉપર કેસ થયો હતો જેની બાતમી ફરિયાદીના ભાઈ મૃતક હનીફભાઈ ભટ્ટી પોલીસને આપી હોવાની શંકા રાખીને તેના ઉપર જીવલેણ હુમલો કરી મોત નિપજાવવામાં આવ્યુ હતુ.

જેતે સમયે બી ડિવિઝન પોલીસની ટીમે હત્યાના આરોપીઓ ફારૂકભાઈ અલ્લારખભાઇ ઉર્ફે બટુક કવાલ ભટ્ટી, સમીરભાઈ જાકીરભાઇ પીરજાદા, રિયાઝભાઈ ફારૂકભાઈ ભટ્ટી અને નઝીમભાઈ દિલાવરભાઈ દીવાન રહે બધા થાનગઢની ધરપકડ કરવામાં આવી હતી.જો કે હત્યાના આ બનાવમાં હથિયાર વડે ફાયરિંગ થયું હોય અને આરોપીઓની પૂછપરછ કરતા આ હથીયાર તેઓને માંગીલાલ છોગારામ બિશ્નોઈ (૨૭) રહે.હરિયાણી ગામ તાલુકો સાંચોર જિલ્લો ઝાલોર રાજસ્થાન વાળાએ આપ્યું હોવાની જે તે સમયે કેફિયત આપી હતી.જેથી બી ડીવીઝન પીઆઇ જે.ડી.સરવૈયા તથા ટીમ દ્વારા આરોપી માંગીલાલ બીશ્નોઇને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જોકે કોર્ટ દ્વારા હાલ તેને જેલ હવાલે કરવા માટે હુકમ કરવામાં આવતા માંગીલાલને જેલમાં ધકેલાયો છે.

મારામારી

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા સવજીભાઈ મોતીભાઈ પરમાર નામના ૬૫ વર્ષના વૃદ્ધને તેઓના રહેણાંક વિસ્તાર નજીક પ્રેમજીભાઈ તથા મમલો પ્રેમજીભાઈ દ્વારા માર મારવામાં આવતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તે રીતે જ પંચાસર રોડ ઉપર આવેલ ભરવાડ વાસમાં રહેતા રાધુબેન મયુરભાઈ દેલવાણીયા નામની ૨૩ વર્ષીય મહિલાને રાત્રે ૧૦ વાગે ઘરે પતિ દ્વારા માર મારવામાં આવતા તેણીને પણ સારવાર માટે દવાખાને લાવવામાં આવી હતી.

વાહન અકસ્માત

વાંકાનેરના રહેવાસી મેરૂભાઈ સાનાભાઈ દેલવાડીયા નામના ૨૫ વર્ષના યુવાનને વાંકાનેર હાઇવે બંધુનગર પાસે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે અહીંના ગોર ખીજડીયા ગામ પાસેથી બીમારી સબબ સત્યપ્રકાશ લખનદેવસિંગ નામના ૪૫ વર્ષના પરપ્રાંતિય યુવાનને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી તાલુકાના મોડપર ગામે ભેંસને પાણી પાતા સમયે ભેંસ દ્વારા ઢીક મારવામાં આવતા કરમશીભાઈ નાજાભાઇ ભરવાડ નામના ૬૮ વર્ષના વૃદ્ધને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા




Latest News