વિકસતું વાંકાનેર, સમૃદ્ધ વાંકાનેર; લોકોને હરવા-ફરવા માટે મળશે જિલ્લાનો સૌથી મોટો નેહરુ ગાર્ડન મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી મોરબી મહાપાલિકાની ખાસ સામાન્ય સભામાં જુદીજુદી મિકલત દીઠા ઘન કચરા માટે માસિક અને ફાયરની ટિમ રેસ્ક્યુ માટે જાય તો તેના માટે ચાર્જ નક્કી કરાયા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 13 એકર જમીન ઉપર 146 કરોડના ખર્ચે બનશે આધુનિક પ્લાન્ટ: જયંતિભાઈ પડસુંબિયા મોરબીમાં જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૦ દર્દીઓએ લાભ લીધો ટંકારાના લજાઈ નજીક રોડ ક્રોસ કરતાં યુવાનને કાર ચાલકે હડફેટે લેતા માથામાં હેમરેજ તું મને ક્યાંય ભેગો થતો નહીં નહિતર તને જાનથી મારી નાખીશ: ટંકારામાં યુવાનને એક શખ્સે આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી


SHARE









મોરબી કલેક્ટરે વેણાસર ગામની મુલાકાત લઈ ગ્રામીણ વિકાસ અને સરકારી જમીનોની ફાળવણીના વિવિધ પ્રકલ્પોની સમીક્ષા કરી

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા માળીયા તાલુકાના વેણાસર ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગામમાં ચાલતા વિવિધ સરકારી પ્રકલ્પો, સરકારી જમીનો અને જાહેર સુવિધાઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેક્ટરએ વેણાસર ખાતે ‘સ્વામિત્વ યોજના’ હેઠળના ઘર તેમજ ગામના વિવિધ સર્વે નંબર્સનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જેમાં તળાવ, અનુસૂચિત જાતિ સ્મશાન અને નવા ગ્રામતળની જમીન, બિનખેતી રહેણાંક હેતુની જમીન તથા ગૌચર/નવા ગ્રામતળની સ્થિતિ ચકાસી હતી. આ ઉપરાંત, કલેક્ટરએ ગામની આંગણવાડી તેમજ વેણાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય અને બાળકલ્યાણ સેવાઓની સમીક્ષા કરી હતી. તમામ ગ્રામીણ સુવિધાઓ અને જમીન સંબંધિત બાબતોમાં લોકહિતને ધ્યાને રાખી વહીવટી પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.




Latest News