​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ!
Breaking news
Morbi Today

માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ


SHARE









માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ

નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના ઠરાવ અન્વયે મોરબી જિલ્લામાં નવી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (વાજબી ભાવની દુકાનો) ખોલવા માટે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ્ય/શહેરી વિસ્તારોમાં નિયત અગ્રતાક્રમ તથા શરતો મુજબ નવી વાજબી ભાવની દુકાનો શરૂ કરવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

જે અન્વયે માળીયા તાલુકાના વવાણીયા ગામ (બિન અનામત સામાન્ય વર્ગ માટે) મોરબી તાલુકાના ધુનડા સજનપર ગામ (બિન અનામત સામાન્ય વર્ગ માટે) તથા હળવદ શહેરી વિસ્તાર-૫ બિન અનામત સામાન્ય વર્ગ માટે) રસ ધરાવતા અરજદારો નિયત નમૂનામાં કોરા અરજી પત્રકો જે તે તાલુકા મામલતદાર કચેરીમાંથી રૂબરૂ વિનામૂલ્યે કામકાજના કલાકો દરમિયાન મેળવી શકશે અથવા સરકારશ્રીના https://ipds.gujarat.gov.in/ILMS પોર્ટલ પરથી ઓનલાઈન મેળવી શકશે. આ અરજી પત્રકો માળીયા તાલુકાના વવાણીયા ગામ અને મોરબી તાલુકાના ધુનડા સજનપર ગામ માટે સંપૂર્ણ વિગતો અને જરૂરી પુરાવા સાથે સંબંધિત મામલતદાર કચેરીમાં રૂબરૂ અથવા ઓનલાઈન માધ્યમથી તા. ૧૬/૧૧/૨૦૨૬ સુધીમાં તથા હળવદ શહેરી વિસ્તાર-૫ માટે તા.૧૮/૧૧/૨૦૨૬ સુધીમાં સબંધિત મામલતદાર કચેરીએ પહોંચાડવાના રહેશે. અરજી સાથે રૂ. ૧૦૦/- ની કિંમતનો નોન-જ્યુડીશિયલ એડેસીવ સ્ટેમ્પ લગાવવાનો રહેશે. મુદત બહાર કે અધૂરી વિગતોવાળી અરજીઓ રદબાતલ ગણવામાં આવશે, તેમ મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News