​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત માળીયા-હળવદ શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારમાં નવી સરકારી અનાજની દુકાનો ખોલવા માટે અરજીઓ મંગાવાઈ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ૫૬ કરોડના ખર્ચે બનશે ૭૫૦ મીટર લાંબો ફ્લાયઓવર NABARD અને કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મોરબીની PACS માં ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર મોરબીમાં યુવા ઉદ્યોગપતિ જગદિશ પનારાના ઘરે રાજકુમારદાસજી મહારાજે કરી પધરામણી દિવાળીએ અનોખું અભિયાન: મોરબીના નાના વેપારીઓ પાસેથી યંગ ઇન્ડિયા ગ્રુપે કરી દિવાળીની ખરીદી મોરબીમાં ખાણી પીણીના ૯૫ ધંધાર્થીઓને ત્યાં મનપાનું ચેકિંગ: બળી ગયેલ તેલ, વાસી પાસ્તા, એક્સપાયરી ડેટ વાળા ચોકો ચિપ્સ, ચવાણા અને ચોરાફરીનો કર્યો નાશ મોરબીમાં દિવાળીના પર્વે કર્મચારીઓ પ્રત્યે લાગણી અને જવાબદારીનું અનોખું ઉદાહરણ!
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત


SHARE









મોરબીના કલેકટરે છત્તર ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, આંગળવાડી અને પ્રાથમિક શાળાની લીધી મુલાકાત

મોરબી જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા છત્તર ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી ગામતળ નક્શો, દરેક ગામ નમૂના નંબરના રેકોર્ડ તથા ગ્રામ પંચાયત હેઠળ આવતા રેકોર્ડ રજીસ્ટરની ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ ગામના ખરાબા તથા નવા અને જૂના બંને ગામ તળ વિસ્તારની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત કરી હતી આ ઉપરાંત પાત્ર નાગરિકને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરી તેના લાભો સમજાવવામાં આવ્યા હતા. અને ગામની મુલાકાત દરમિયાન ગામના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ હાજર ડૉક્ટર સાથે ગામ લોકોનું જીવન સ્વાસ્થપૂર્ણ બને તે અંગે ચર્ચા કરી હતી ત્યારબાદ ગામની આંગળવાડી અને પ્રાથમિક શાળાની મુલાકાત લઈ આચાર્ય દ્વારા કરવામાં આવેલી મધ્યાન ભોજન માટેના શેડની રજૂઆત બાબતે યોગ્ય માર્ગદર્શન આપી તાત્કાલીક નિવારણ કરી આપ્યું હતું. આ દફતર તપાસણી દરમિયાન હાજર ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તે માટે સ્થળ પર જ યોગ્ય સંતોષકારક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.




Latest News