મોરબીમાં ડોર ટુ ડોર કચરા કનેક્શનના કામમાં બાળ મજૂરી, એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો મોરબીમાં ગોપાષ્ટમી પર્વે ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું ગૌપૂજન મોરબીમાં રહેતી યુવતીને પ્રેમીએ વતનમાં જવાના ના કહેતા ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના નાના રામપર ગામે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: હળવદના જોગડ ગામ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં ગોપાષ્ટમી પર્વે ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું ગૌપૂજન


SHARE







































મોરબીમાં ગોપાષ્ટમી પર્વે ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું ગૌપૂજન

સનાતન સંસ્કૃતિમાં ગૌમાતાનું ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ રહેલું છે. ભગવાન શ્રીકૃષ્ણની ગૌસેવાની પરંપરા અને જીવદયાના સંદેશને જીવનમાં ઉતારવાના હેતુથી પવિત્ર ગોપાષ્ટમી પર્વ નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક ડૉ. દેવેનભાઈ રબારીએ પોતાની માલધારી સંસ્કૃતિની ઓળખ સમાન પરંપરાગત વેશભૂષા ધારણ કરી ગૌમાતાનું શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું હતું. આ સાથે ગાયોને ખોળ અને લીલો ઘાસચારો અર્પણ કરી ગૌસેવા કરીને સમાજને જીવદયા, કરુણા અને સામાજિક જવાબદારીનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે ડૉ. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે ગોપાષ્ટમી માત્ર ધાર્મિક પૂજા કે ઉત્સવનો દિવસ નથી, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે આપેલા ગૌપ્રેમ, પ્રકૃતિપ્રેમ અને નિઃસ્વાર્થ સેવાના સંસ્કારોને જીવનમાં ઉતારવાનો પવિત્ર અવસર છે. માલધારી સમાજની જીવનશૈલીમાં પશુધન માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ પરિવારના સભ્ય સમાન છે. પશુઓ પ્રત્યેનો પ્રેમ, તેમની યોગ્ય સંભાળ અને રક્ષણ એ માલધારી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. આ પરંપરા અને સંસ્કારોને આવનારી પેઢી સુધી પહોંચાડવા જરૂરી છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, “ગૌમાતાના નામે જયઘોષ કરનારા તો ઘણા છે, પરંતુ ગૌમાતાની વેદના સાંભળનારા કેટલા છે? જે સમાજ ગૌમાતાને પૂજે છે એ જ સમાજમાં ગૌમાતા ભૂખી, તરસી અને નિરાધાર હાલતમાં જોવા મળે તો આ સવાલ આપણી આસ્થાનો નહીં, પરંતુ આપણી સંવેદના અને સામાજિક જવાબદારીનો છે.” ત્યારે ગાયને “ગૌમાતાને માતા કહેવી એ આપણી શ્રદ્ધા છે, પરંતુ માતાની જેમ તેની સંભાળ રાખવી એ આપણું કર્તવ્ય છે. અને ગૌપૂજન એ શ્રદ્ધા છે, જ્યારે ગૌસેવા એ શ્રદ્ધાનું સાચું આચરણ છે.”
















Latest News