મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

કામધંધો બરાબર ચાલતો ન હોય યુવાને ઝેરી દવા પીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો


SHARE







ટંકારાના નેકનામ ગામે કામધંધો બરાબર ચાલતો ન હોય યુવાને ઝેરી દવા પીને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો

ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાનો ધંધો બરાબર ચાલતો ન હતો જેથી હતાશ અને નાશીપાસ થઈને તેણે આપઘાત કરવા માટે ઝેરી દવા પી લીધી હતી અને ત્યારબાદ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારાના નેકનામ ગામે નેકાપીરની દરગાહ પાછળ કોઠારીયા રોડ નાથાભાઈના વાડા પાસે નદીના કાંઠે લાલજીભાઈ કાનાભાઈ આ જાતે રબારી (ઉંમર ૩૪) રહે. નેકનામ રબારીવાસ વાળાએ પોતે ઝેરી દવા પીધા બાદ ઝાડ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી હતી અને પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે આપઘાત કરી લેનાર લાલજીભાઈ કાનાભાઈનો કામ ધંધો બરાબર ચાલતો હતો જેથી તે હતાશ અને નાસીપાસ થઇ ગયા હતા અને તે દરમિયાન તેણે આપઘાત કરી લીધેલ છે

દારૂની બોટલ

મોરબી નજીકના રવાપર ગામના જાપા પાસેથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૭૫ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને ભગવાનજીભાઈ પ્રભુભાઈ ચામીયા જાતે પટેલ (ઉમર ૩૭) રહે. રવાપર ગામ રામજી મંદિર પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે આવી જ રીતે વાંકાનેર તાલુકાના લુણસરીયા ફાટક પાસેથી પસાર થયેલા યુવાને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી પણ દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે પ્રકાશભાઈ ઉર્ફે લાલો હસમુખભાઈ માણેક જાતે લોહાણા (ઉંમર ૨૬) રહે. ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે






Latest News