ભારતીય થલસેનામાં મહિલાઓ માટે કારકિર્દી બનાવવા ઉજ્જવળ તક, ૨૦ જુલાઇ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે
ટંકારા તાલુકામાંથી ગૌવંશોને કતલખાને લઈ જનાર બે આરોપીની જામીન અરજી નામંજુર
SHARE
ટંકારા પાસેથી થોડા દિવસો પહેલા કતલખાને લઈ જવાતા ગૌવંશોને વિહિપ અને બંજરંગ દળના કાર્યકર્તાઓ બચાવ્યા હતા અને ત્રણ શખ્સો સામે ટંકારા પોલીસમાં ફરિયાદ નોધાવી હતીઓ જે ગુનામાં પકડાયેલા બે આરોપીના જામીન માટે કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી જેને કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી છે
ટંકારા પોલીસમાં વિહિપ પ્રમુખ દ્વારા કતલખાને લઈ જતાં શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપી શૈલેશ માનસિંગ ચૌહાણ (રહે. નારણકા), સાગર લખમણ ઝાપડા (રહે-તરઘરી) અને હનીફ (રહે-કલ્યાણપર) વાળાઓ સામે ગુનો નોંધ્યો હતો અને જુદીજુદી જગ્યાએથી આઈશર ટ્રકમાં ગાયો ૭ તથા એક વાછરડો એમ કુલ આઠ અબોલ જીવને ભરીને કતલખાને લઈ જતાં હતા ત્યારે તેને પકડીને પશુ પ્રત્યે ધાતકીપણું દાખવવા અંગેની ફરિયાદ નોંધવી હતી જે ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી જે બે આરોપીના જામીન માટે કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી ત્યારે સરકારી વકીલ પુજાબેન જોષીએ ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને આરોપીના જમીન માટેની અરજીને નામંજૂર કરી છે