મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી પોલીસે ડુપ્લિકેટ રેમડેસીવીર વેચવાના ગુનામાં પકડેલ મેડિકલ સ્ટોરનો સંચાલક જેલ હવાલે


SHARE





મોરબી પોલીસે ડુપ્લિકેટ રેમડેસીવીર વેચવાના ગુનામાં પકડેલ મેડિકલ સ્ટોરનો સંચાલક જેલ હવાલે

ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં મોરબીની પોલીસ દ્વારા આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં કુલ મળીને ૩૧ શખ્સોને હસ્તગત કર્યા હતા અને રિમાન્ડ પૂરા થતાં મોટાભાગનાને જેલ હવાલે કરવામાં આવ્યા છે તેવી જ રીતે છેલ્લે આ ગુનામાં પોલીસે એમપીમાં ૪૬૫ ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન વેંચનારા મેડિકલ સ્ટોરના સંચાલકની ધરપકડ કરેલ હતી જેને પણ હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે


રાજ્યમાં નકલી રેમડીસીવીર ઇન્જેકશનનું વેચાણ કરવામાં આવે છે તેવી માહિતી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરીને આંતર રાજ્ય કૌભાંડ પકડ્યું હતું જેમાં સૌ પ્રથમ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ શકિત ચેમ્બર-૨ પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બર-૩ માં ઓમ એન્ટીક ઝોન નામની ઓફીસમાં રેડ કરી હતી અને પોલીસે રાહુલ અશ્વિનભાઇ કોટેચા તથા રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ હીરાણીની ધરપકડ કરી હતી ત્યાર બાદ પોલીસે અત્યાર સુધીમાં આ ગુનામાં મુખ્ય આરોપી કૌશલ મહેન્દ્રભાઇ વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ સહિત કુલ મળીને ૩૧ આરોપીને પકડવામાં આવેલ છે અને કરોડો રૂપિયાનો માલ પકડવામાં આવ્યો હતો આ ગુનામા અત્યાર સુધીમાં મોરબીઅમદાવાદસુરતમુંબઈવાપી અને એમપીના શખ્સોને હસ્તગત કર્યા હતા તેવામાં પોલીસે ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશનના કૌભાંડમાં એમપીમાં મેડિકલ સ્ટોર ધરાવતા સરબજીતસિંગ મનજીતસિંગ મોખા જાતે શીખ (૫૫) સિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર જબલપુર વાળાની ધરપકડ કરેલ હતી અને પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં એમપીમાં કુલ મળીને ૪૬૫ ડુપ્લિકેટ રેમડેસીવીર ઇન્જેકશન વેચનારા મેડિકલ સ્ટોરના સંચાલકને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News