મોરબી પોલીસે ડુપ્લિકેટ રેમડેસીવીર વેચવાના ગુનામાં પકડેલ મેડિકલ સ્ટોરનો સંચાલક જેલ હવાલે
મોરબીના લખધીરપુર રોડ નજીક ટ્રેલર ચાલકે બાઇકને હડફેટે લેતા એકનું મોત, એકને ઇજા
SHARE
મોરબીના લખધીરપુર રોડ નજીક ટ્રેલર ચાલકે બાઇકને હડફેટે લેતા એકનું મોત, એકને ઇજા
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલી નર્મદા કેનાલની બાજુમાં બનાવવા માટે રસ્તા ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થતુ હતુ ત્યારે અજાણ્યા ટ્રક ટ્રેલરના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ચાલકને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું છે અને અન્ય એક વ્યકિતને ઇજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવેલ છે હાલમાં મોરબી તાલુકા પોલીસે ઈજાગ્રસ્ત વ્યક્તિની ફરિયાદ લઈને ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી તેમણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ ઋષિકેશ વિદ્યાલય પાસે અરિહંતનગરમાં રહેતા રાજભાઈ પિયુષભાઈ કુંવરીયા (ઉમર ૧૮) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ટ્રક ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરેલ છે.હાલમાં જણાવ્યું છે કે લખધીરપુર રોડ ઉપર આવેલ નર્મદા કેનાલની બાજુમાં બનાવેલ રોડ ઉપરથી ફરીયાદી અને તેનો મિત્ર વિજય ચનાભાઈ ડાભી (૧૮) રહે.વાણિયા સોસાયટી શૉભેસ્વર રોડ મોરબી-૨ બાઇક નંબર જીજે ૩૬ એન ૧૧૮૦ લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવીને તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને વિજયભાઈને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત થયુ છે અને તેને ઇજા થઇ હોવાથી સારવારમાં લઈ જવામાં આવ્યો છે અને ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી ગયેલ છે ત્યારે મોરબી તાલુકા પોલીસે રાજભાઇની ફરિયાદ લઈને હાલમાં આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરે છે
વિદેશી દારૂ
મોરબી નજીક રંગપર ગામની સીમમાંથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરીને હાલમાં અજીત બચુભાઈ કોળી (ઉંમર ૨૯) રહે, હાલ કુબેર ટોકીઝ પાસે મફતીયાપરા વાળાની ધરપકડ કરી છે અને તેની પાસે દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં પોલીસે તપાસ કરી છે તો મોરબીના વીસી ફાટક પાસેથી પસાર થતી ક્રેટા કાર નંબર જીજે ૨ સીજી ૪૯૯૯ ને રોકીનો પોલીસે તલાસી લેતા ડ્રાઇવર પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને ૩૦૦ રૂપિયાની કિંમતનો દારૂ અને સાડા ત્રણ લાખ રૂપિયાની ગાડી આમ કુલ મળીને ૩,૫૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે હાલમાં જયદીપભાઇ જયંતીભાઈ મેલાણીયા જાતે પટેલ (ઉંમર ૨૮) રહે, અબુ ચોરો ઉમિયા માતાજીના મંદિર સામે, ગુરુ મારાજના મંદિર પાસે ઊંઝાવાળાની ધરપકડ કરેલ છે
દેશી દારૂ
મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા બે યુવાનોને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી ૫૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને એક હજાર રૂપિયાની કિંમતનો દારૂ અને ૪૦૦૦૦ ની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૪૧ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે હાલમાં પોલીસે પ્રદીપ વિનોદભાઈ સુરેલા જાતે કોળી (ઉંમર વર્ષ ૨૩) રહે, જોધપર નદી અને અશોક બાબુભાઈ સુરેલા જાતે કોળી (ઉંમર ૩૨) રહે, ભડીયાદ કાંટા પાસે મફતીયાપરા વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”