મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના જુના દેવળીયા કુમાર પે.સેન્ટર શાળા શાળાના શિક્ષકો દ્વારા શેરીમાં શિક્ષણ


SHARE



















મોરબી જિલ્લાના જુના દેવળીયા કુમાર પે.સેન્ટર શાળા શાળાના શિક્ષકો દ્વારા શેરીમાં શિક્ષણ

કોરોનાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા હાલમાં શાળાઓ બંધ રાખવામા આવી છે ત્યારે મોરબી જિલ્લાની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ છે ત્યારે મોરબીની શ્રી જુના દેવળીયા કુમાર પે.સેન્ટર શાળા ના શિક્ષકો દ્વારા શેરીએ શેરીએ, ફળિયે ફળિયે જઈને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે

હાલ કોરોના કાળના કારણે છેલ્લા દોઢેક વર્ષથી શાળાઓ બંધ છે વિદ્યાર્થીઓને શાળાએ પ્રત્યક્ષ બોલાવવામાં નથી આવતા પણ માઈક્રોસોફ્ટ ટીમ્સ,G.- SHALA ડી.ડી.ગિરનાર જેવા માધ્યમોથી વિદ્યાર્થીઓનું ઓનલાઈન અને વર્ચ્યુઅલ શિક્ષણ થઈ રહ્યું છે, પણ ઘણા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન,ટી.વી.જેવા સાધનો ન હોય એવા બાળકોનું શિક્ષણ થતું નથી,વળી જે સમજ પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા આપી શકાય એ સમજ ઓનલાઈન શિક્ષણ દ્વારા ન જ આપી શકાય અને હાલમાં બ્રિજ કોર્ષ (જ્ઞાનસેતુ) નું કાર્ય પૂર્ણ થયું છે,વિદ્યાર્થીઓએ જ્ઞાનસેતુનું કાર્ય કેવું કરેલ છે?એના મૂલ્યાંકન માટે આગામી ૨૦ જુલાઈના રોજ એકમ કસોટી લેવાની હોય વગેરે બાબતોની સમજ માટે મોરબીની સરકારી શાળાના શિક્ષકો શેરીએ શેરીએ ફળિયે ફળિયે જઈને શિક્ષણ આપી રહ્યા છે,જેથી વિદ્યાર્થીઓમાં ખુબજ ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે










Latest News