મોરબી જિલ્લાના જુના દેવળીયા કુમાર પે.સેન્ટર શાળા શાળાના શિક્ષકો દ્વારા શેરીમાં શિક્ષણ
ટંકારાના ખેડૂતો માટે ચેકડેમ, ખેત તલાવડા રિપેરીંગ માટે ઝુંબેશ
SHARE
ટંકારાના ખેડૂતો માટે ચેકડેમ, ખેત તલાવડા રિપેરીંગ માટે ઝુંબેશ
ચૂંટણી સમયે એક બીજાના કટ્ટર હરીફ તરીકે પ્રજા સામે આવતા રાજકીય નેતાઓ પ્રજાના પ્રશ્ને જો એક બને તો ખરેખર પ્રજાના પ્રશ્ન ચપટી વગાડતા ઉકેલી શકાય છે. આવું જ એક ઉદાહરણ ટંકારાના ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોએ પૂરું પાડ્યું છે. ચેકડેમ અને તૂટેલા ખેત તલાવડા પ્રશ્ને કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય ભુપતભાઈ ગોધાણી અને ભાજપના નથુભાઈ કડીવાર એક બનીને કામ કરી રહ્યા હોય વર્ષો જુનો પ્રશ્ન ઉકેલાવાની લોકોને આશા બંધાઈ છે.
ટંકારા બેઠકના જીલ્લા પંચાયતના કૉંગ્રેસના સદસ્ય ભુપતભાઇ ગોધાણી અને ભાજપના મહિલા સદસ્યના પતિ દ્વારા નાનીસિચાઈ વિભાગના અધિકારીઓ સાથે રાખી ટંકારા તાલુકામાં અતિવૃષ્ટિથી ટુટી ગયેલ ખેત તલાવડા કોઝવેનુ નિરીક્ષણ કરી એસ્ટિમેટ તૈયાર કર્યું છે. ત્રણ વર્ષથી ટુટેલી પાઝને કારણે વરસાદનું પાણી વેડફાઇ જતુ હોય બન્ને આગેવાનોએ ખેડૂતોનું હિત વિચારી મહત્વની કામગીરી હાથ ઉપર લીધી છે. જીલ્લા પંચાયત હસ્તકની નાનીસિચાઈ યોજના હેઠળ શહેરના વાડી વિસ્તારમાં વરસાદી પાણી સંગહ માટે બનાવેલ તલાવડા પાઝ અતિશય વરસાદ કારણે તૂટી ગયા બાદ ખેડૂતની અનેક રજૂઆતો કરી હોય જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણી અને નથુભાઈ કડીવાર લગત વિભાગના અધિકારી માલવિયા સાથે સ્થળ ઉપર પહોંચી જાત નિરીક્ષણ કર્યું હતું અને એસ્ટિમેટ મુકી આગામી દિવસોમાં આ કામ શરૂ કરવા સુચના પણ આપવામાં આવી હતી.