મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે “તું કેમ તારો ટ્રક માથે નાખે છે" કહીને રાજસ્થાની ટ્રક ડ્રાઇવરને બે શ્ખ્સોએ માર માર્યો


SHARE











મોરબીના પીપળી પાસે “તું કેમ તારો ટ્રક માથે નાખે છે" કહીને રાજસ્થાની ટ્રક ડ્રાઇવરને બે શ્ખ્સોએ માર માર્યો

મોરબીના જેતપર રોડ ઉપરથી ટ્રક લઈને પસાર થઈ રહેલા યુવાન ટ્રકને પીપળી ગામ પાસે સીએનજી રીક્ષામાં આવેલા બે શખ્સોએ રોક્યો હતો અને "તું કેમ તારો ટ્રક માથે નાખે છે" તેવું કહીને રીક્ષામાંથી ઉતરેલા એક શખ્સ દ્વારા લાકડી વળે ટ્રકના કાચમાં નુકસાન કરવામાં આવ્યું હતું તેમજ ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે  

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસેથી રાજસ્થાનના કાંટાના રહેવાસી ધરમપાલ શ્રીજગદિશપ્રસાદ જાટ (ઉંમર ૩૭) પોતાનો ટ્રક નં આર જે ૫૨ જીએ ૪૨૩૮ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૬૯૯૦ માં આવેલ રિક્ષાચાલક અને અન્ય એક શખ્સ દ્વારા ટ્રકને રોકાવવામાં આવ્યો હતો અને "તું કેમ તારો ટ્રક માથે નાખે છે" તેવું કહીને રિક્ષા ચાલકે પોતાના હાથમાં રહેલ લાકડી વડે ટ્રકના સાઇડના દરવાજાનો કાચ ફોડી નાખ્યો હતો તેમજ સાઇડ ગ્લાસ તોડી નાખ્યો હતો અને ડ્રાઈવરને હાથમાં લાકડી મારી અને ઝાપટ મારી હતી અને તેમને ગાળો ભાંડી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીએનજી રીક્ષા ચાલક અને તેની સાથે આવેલા અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે 

અકસ્માતમાં ઇજા 

વાંકાનેર તાલુકાના જોધપર ગામ પાસે દોસ્તી પાન નજીકથી બાઇક લઇને પસાર થઇ રહેલા રમેશભાઈ મીઠાભાઈ ધરજીયા જાતે કોળી (ઉંમર ૪૨) રહે. ગાંગીયાવદર વાળાને અજાણ્યા સ્કોર્પિયો કારના ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને તેઓને હાથમાં કોણી પાસે ગંભીર ઈજા થઈ હતી અને ડાબા ખભામાં ફ્રેકચર જેવી ઇજા થઇ છે અને શરીરે પણ નાની મોટી ઈજાઓ થઈ છે જેથી કરીને તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને સ્કોર્પિઓ કાર ચાલક પોતાનું વાહન લઇને નાસી ગયો હતો જેથી હાલમાં રમેશભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી સ્કોર્પિઓ કાર ચાલકને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 






Latest News