ટંકારાના સજનપર ગામે એક જ કુટુંબના બે પરિવાર વચ્ચે નજીવી વાતમાં મારા મારી: હવે સામસામે ફરિયાદ હળવદ પાણીની ખાલી બોટલ સ્કૂટરમાં અથડાવવાનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો માળીયા (મી)ના વવાણિયા ગામે લગ્ન પ્રસંગના મનદુખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે માર મારી: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના વવાણિયા ગામે સગાઈ તોડી નાખ્યાનો ખાર રાખીને દીકરીના પિતા ઉપર 3 સગા ભાઈઓને કર્યો હુમલો વાંકાનેર નજીક ગોલો ખાવા ગયેલા બે મિત્રના બુલેટને બોલેરોના ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત મોરબી નજીક ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લેતા સ્કોર્પિયો ગાડીમાં આગળ, પાછળ અને સાઈડમાં નુકશાન મોરબી જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં જિલ્લા ખાણ ખનીજ વિભાજના અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીની અવની ચોકડી પાસે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી નીચે પટકાતાં મજૂર યુવાનનું મોત


SHARE







મોરબીની અવની ચોકડી પાસે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી નીચે પટકાતાં મજૂર યુવાનનું મોત

 મોરબી શહેરની અવની ચોકડી પાસે આવેલ તુલીત એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી નીચે પટકાતાં મજૂર યુવાનનું મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની જાણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને થતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના રવાપર રોડ અને શનાલા રોડની વચ્ચે આવેલ અવની ચોકડી પાસે તુલિત એપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી રામવિલાસ રામનરેશભાઈ ચૌહાણ (ઉંમર ૩૫) રહે ગાયત્રી નગર શેરી નંબર-૪ વાવડી રોડ વાળો નીચે પડ્યો હતો જેથી કરીને મજૂર યુવાનને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાન પીઓપીનું કામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાટ તેનું મોત નીપજયું હતું 

એક બોટલ દારૂ 

મોરબી શહેરના રવાપર રોડ ઉપર નિલકંઠ સ્કૂલ પાસેથી પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતના દારૂ સાથે તેજાભાઈ કરસનભાઈ સુંદરિયા જાતે બ્રાહ્મણ (ઉમર વર્ષ ૩૭) રહે. નવલખી રોડ કુબેર નગર શેરી નંબર-૨ વાળાની ધરપકડ કરી છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે તપાસ શરૂ કરવામાં આવી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”




Latest News