મોરબીના લાલપર ગામ પાસે યુવાન અને મકનસર ગામે યુવતીએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક જુદાજુદા બે કારખાનામાં કોઈ કારણોસર વૃદ્ધ અને યુવાનનું મોત માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે જી.કે.હોટલના ગ્રાઉન્ડમાં હોળીની રાતે નાળિયેરની રમત રમતા યુવાન સહિતનાઓને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: ત્રણ સામે ગુનો નોંધાયો માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગુમ થયેલ યુવાન કોરોનાના લીધે આર્થિક ભિસથી કંટાળીને જતો રહયો હોવાનું ખૂલ્યું


SHARE













મોરબીમાંથી ગુમ થયેલ યુવાન કોરોનાના લીધે આર્થિક ભિસથી કંટાળીને જતો રહયો હોવાનું ખૂલ્યું

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતો અને હોમલોનનું કામકાજ કરતો યુવાન થઇ ગયો હતો જેની પરિવારે ઘરમેળે શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરતાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુમસુધા નોંધ કરીને તપાસ હાથ ધરી હતી દરમ્યાન આ યુવાન મળી આવેલ છે અને આર્થિક ભીંસના લીધે તે ઘરેથી ચાલ્યો ગયો હોવાની માહિતી સામે આવી છે

શહેરના નવલખી રોડ લાયન્સનગર વિસ્તારમાં સરમાળીયા દાદાના મંદિર નજીક રહેતા મીનાબેન વાલજીભાઈ ચાવડાએ બો ડિવિઝન પોલીસ મથકે જાણ કરી જણાવ્યું હતું કે, તેમનો દિકરો ધીરજ વાલજીભાઈ ચાવડા (૨૨) ગત તા.૨૯-૭ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઘરેથી કંઇ કહ્યા વગર બહાર નીકળ્યો હતો અને બાદમાં તે પરત ન આવતાં તેની શોધખોળ કરવામાં આવી હતી છતાં પણ ધીરજનો પત્તો ન લાગતાં અંતે પોલીસને જાણ કરવામાં આવેલ છે. અને ગુમ થયેલ ધીરજ હોમલોનનું કામકાજ કરતો હતો જેની શોધખોળ કરવામાં આવી રહી હતી તેવામાં તે મળી આવ્યો છે અને પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી માહિતી સામે આવી છે કે, ધીરજ હોમલોનનું કામકાજ કરતો હતો જો કે, કોરોનાના લીધે તેમાં મંડી આવી ગઈ હોવાથી કામ ધંધો ચાલતો ન હતો અને આર્થિક ભીંસ હતી જેથી તે ઘરેથી ચાલ્યો ગયો હતો

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News