મોરબીમાંથી ગુમ થયેલ યુવાન કોરોનાના લીધે આર્થિક ભિસથી કંટાળીને જતો રહયો હોવાનું ખૂલ્યું
મોરબીના પંચાસર રોડ ઉપર ગાયે હડફેટે લેતા વૃદ્ધા સારવારમાં
SHARE






મોરબીના પંચાસર રોડ ઉપર ગાયે હડફેટે લેતા વૃદ્ધા સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર પગપાળા જતા વૃદ્ધ મહિલાને ગાયે હડફેટે લેતા મહિલાને સારવારમાં ખસેડાયા છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા હાજરાબેન ઉમરભાઈ ચાનીયા નામની ૫૦ વર્ષીય વૃદ્ધા રાશનની દુકાનેથી રાશન લઈને ઘરે જતા હતા ત્યારે ગાયે તેમને હડફેટે લેતા જમણા હાથે ઈજાગ્રસ્ત હાલતમાં હાજરાબેનને અહીંની હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.
યુવાન સારવારમાં
મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ ધ્રુવ હોસ્પિટલ નજીક રહેતો અજય મનહરભાઈ પરમાર નામનો ૨૭ વર્ષીય યુવાન તા.૧૨-૮ ના સાંજના સમયે કામેથી ઘરે પરત જતો હતો ત્યારે કંડલા બાયપાસ ઉપર આવેલ સુરત ગેસ્ટ હાઉસ નજીક ભંગારના ડેલા પાસે તેના બાઇકની આડે અચાનક કૂતરૂ ઉતરતાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાઓ થતા અજય પરમારને સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના જોધપર ગામે અરવિંદભાઈ દેકાવાડીયાની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી ગયેલા મંજેશભાઈ નનુભાઈ મેહુડા નામના ૨૧ વર્ષીય યુવાનને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો.
મહિલા-બાળકી સારવારમાં
મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા આશાબેન કિરીટભાઈ સોલંકી નામની ૪૨ વર્ષીય મહિલાને વીંછી કરડી જતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે મોરબી તાલુકાના ચાંચાપર ગામે આવેલ બસ સ્ટેશન નજીક પ્રિયાબેન રમેશભાઈ પઢીયાર નામની ૧૪ વર્ષિય બાળકીને કોઈ અજાણ્યું જીવડું કરડી જતાં તેણીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”


