ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

ટંકારાના વીરવાવ ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી ૪ વર્ષના બાળકનું મોત


SHARE







ટંકારાના વીરવાવ ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી ૪ વર્ષના બાળકનું મોત

ટંકારા તાલુકાના વીરવાવ ગામે વાડીએ રહેતા અને ખેતરમાં મજૂરી કામ કરતાં આદિવાસી પરિવારનો ચાર વર્ષનો બાળક પાણીની કુંડીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.આ બનાવની પણ હાલમાં ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના વીરવાવ ગામે દશુભાની વાડી આવેલ છે જ્યાં રહેતા અને મજુરી કામ કરતા ધનજીભાઈ ડાવર જાતે આદિવાસીનો ચાર વર્ષનો દીકરો વિપુલ રમતા રમતા વાડીએ આવેલ પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને વિપુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

દારૂ સાથે ઝડપાયો

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્કૂલ પાસેથી બાઇક લઇને પસાર થતા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૫૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ બાઇક જીજે ૩૬ ક્યુ ૮૧૬૦ એમ કુલ મળીને ૧૦૩૫૦ ના મુદ્દામાલ કબજે કરી રવિભાઈ નરભેરામભાઇ પટેલ રહે, રણછોડનગર કિસ્મત ચકી વાળી શેરી વાળાની ધરપકડ કરી છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરે છે

અકસ્માત

ટંકારામાં સરકારી હોસ્પિટલની બાજુમાં રહેતા સલીમભાઈ હાસમભાઇ અબ્રાણી જાતે સંધિ (૪૫)એ સ્વીફટ ગાડી નંબર જીજે ૩૬ એલ ૪૦૪૨ ના ચાલક આરીફ ઈસ્માઈલભાઈ દલ રહે. મોરબી વાળાની સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબી માળીયા હાઈવે ઉપર બહાદુરગઢ ગામના પાટિયા પાસેથી તેઓ કારમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે કારના ચાલકે રોદો તારવવા જતાં કારના સ્ટેરીંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને ફોરવીલ કાર ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી અને કાર પલટી મારી ગઇ હતી જેથી કરીને ફરિયાદીને જમણા હાથ, ખભ્ભા અને કોણીમાં ઇજાઓ થઈ હતી અને તેની સાથે બેઠેલા અન્ય લોકોને પણ ઈજાઓ થઈ હતી અને આ બનાવ અંગે હાલમાં તેમણે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News