મોરબીના બંધુનગર ગામેથી કહ્યા વગર પરણીતા ગુમ વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા મોરબીનો 100 ટકા વિકાસ પૂર્ણ થઈ ગયો છે !, મેયરે ઓગસ્ટ માહિનામાં સામાન્ય સભાની બેઠક કેમ ન બોલાવી ?: કોર્પોરેટરોમાં ગણગણાટ મોરબીનાં બોની પાર્કમાં છાતીમાં દુ:ખાવો થયા બાદ મહિલાનું મોત મોરબીના ટીંબડી ગામે આંગણવાડીમાં જન્માષ્ટમી ઉજવાઇ મોરબી જિલ્લામાં અનાથ બાળકો માટે સરકારની વિવિધ સહાય યોજનાઓ બની આશીર્વાદ ​​​​​​​મોરબી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ વાંકાનેર શહેરના એનડીપીએસના ગુનામાં આરોપી ઝડપાયો
Morbi Today

મોરબીની વાવડી ચોકડીએ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત


SHARE





મોરબીની વાવડી ચોકડી પાસેથી બાઇક લઇને જઇ રહેલા આધેડના બાઇકને ટ્રક ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના કાકાના દીકરા ભાઈએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના વાવડી ગામ પાસે આવેલ મારુતિ સોસાયટીમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતાં જયેશભાઈ જગજીવનભાઈ વડગામા (55) પોતાનું બાઇક નંબર જીજે ૩ એફએફ ૬૫૧૨ લઈને નાનીવાવડી ગામ તરફથી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે વાવડી ચોકડી પાસે તેઓના બાઇકને ટ્રક નંબર એમએચ ૪૩ વાય ૭૬૦૯ ના ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને જયેશભાઇને શરીરે નાનીમોટી ઈજાઓ થઈ હતી અને તેઓનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં હાલમાં મૃતક જયેશભાઈના કાકાના દીકરા ભાઈ અરવિંદભાઈ ત્રિભોવનભાઈ વડગામમાં જાતે મિસ્ત્રી (ઉંમર ૪૮) રહે. વાવડી રોડ વાટીકા સોસાયટી વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ

 




Latest News