મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના કડિયાણા ગામે પ્રોહિબિશનની કામગીરી માટે ગયેલા બે પોલીસ જવાનને પકડીને ચાર શખ્સોએ માર માર્યો


SHARE





























હળવદના કડિયાણા ગામે પ્રોહિબિશનની કામગીરી માટે ગયેલા બે પોલીસ જવાનને પકડીને ચાર શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાનાં કડીયાણા ગામની નજીક પાંડાતીરથ રોડ ઉપર હળવદ પોલીસના જવાનો પ્રોહિબિશનને લગતી કામગીરી કરી રહ્યા હતા ત્યારે ચાર શખ્સો દ્વારા વારંવાર અહિયા કેમ આવો છો તેવું કહીને છુટા પથ્થરોના ધા કરી તેમજ લાકડી વડે પોલીસ જવાનને માર માર્યો હતો અને તેની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી જેથી કરીને ભોગ બનેલા જવાને હાલમાં પોલીસ કર્મચારીએ હાલમાં હળવદ પોલીસ સ્ટેશને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં અનામૅ લોક રક્ષક બ.નં. ૫૨૯૪ તરીકે ફરજ બજાવતા ઉપેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ પરમાર (ઉ.૨૮) એ હાલમાં મુન્નાભાઇ હમીરભાઇ ભરવાડ, હમીરભાઇ કમાભાઇ ભરવાડ, પરેશ હમીરભાઈ ભરવાડ તથા કેશવ કાનાભાઇ કોળી રહે બધા કડીયાણા વાળાની સામે તે અને તેની સાથે રહેલા પોલીસ કર્મચારીને માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે અને હાલમાં જે ગુનો નોંધાયો છે તેમાં ફરિયાદીએ જણાવ્યુ છે કે, તે અને તેની સાથે અન્ય એક પોલીસ કર્મચારી પોતાની કાયદેસરની ફરજ બજાવતા હતા અને પ્રોહિબિશનને લગતી કામગીરી કરી રહ્યા હતા ત્યારે આરોપીઓએ ફરીયાદી તથા સાહેદની ફરજમા રૂકાવટ કરીને ગાળો આપી હતી ત્યાર બાદ આરોપી મુન્નાભાઇ હમીરભાઇ ભરવાડએ ફરીયાદીને લાકડી મારી હતી અને બાકીના આરોપીઓએ છુટા પથ્થરોના ઘા કરીને તેમજ ચારેય આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને પાડી દઇને તેઓની ઉપર ચડી જઇ ઢીંકા પાટુનો માર માર્યો હતો અને ફરીયાદીને મોઢાના ભાગે મુકકા મારતા દાંત ખસી ગયેલ છે તેમજ હોઠ ઉપર ઇજા થયેલ છે જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવેલ છે અને પોલીસે ઇ.પી.કો. કલમ ૧૮૬, ૩૩૭, ૩૩૨, ૩૩૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુનો નોંધીને પોલીસ જવાનો ઉપર હુમલો કરનારા ચારેય શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ
















Latest News