હળવદના કડિયાણા ગામે પ્રોહિબિશનની કામગીરી માટે ગયેલા બે પોલીસ જવાનને પકડીને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી જીલ્લામાં હડમતીયા અને વેણાસર ગામે જુગારની રેડ: નવ જુગારી પકડાયા- બે નાશી ગયા
SHARE
મોરબી જીલ્લામાં હડમતીયા અને વેણાસર ગામે જુગારની રેડ: નવ જુગારી પકડાયા- બે નાશી ગયા
ટંકારા તાલુકાના હડમતીયા અને વેણાસર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે તેમાં નવ જુગારી ૪૬૧૦૦ ની રોકડ સાથે ઝડપાયા છે જો કે, બે જુગારી પોલીસને જોઈને હડમતીયા ગામની રેડ સમયે ભાગી ગયા હતા જેથી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
ટંકારા તાલુકાના હડમતીયા ગામે કેનાલ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ટંકારા પોલીસ દ્વારા કેનાલ પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને પાંચ જુગારીઓ પૈકીના બે જુગાર સ્થળ પરથી નાસી ગયા હતા જોકે હાલમાં પોલીસે વિમલભાઈ કરમશીભાઈ ખાખરીયા જાતે કોળી (૩૬), રતિલાલ જેરામભાઈ સિણોજીયા જાતે પટેલ (૬૩) અને અરવિંદભાઈ જાદવજીભાઈ સિણોજીયા જાતે પટેલ (૪૭) ની ૨૩૯૦૦ ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને પોલીસને જોઇને નાસી ગયેલા દિલીપભાઈ મહાદેવભાઇ કામરીયા તેમજ દર્શનભાઈ હરકાંતભાઈ વાંમજાને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરી છે
વેણાસર જુગાર
માળીયા તાલુકાના વેણાસર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે વેણાસર ગામ સામીપરામાં માળીયા પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે વિપુલભાઈ કાનાભાઈ લોલાડીયા, ગુણવંતભાઇ રાસિંગભાઈ કુવરીયા, પ્રવીણભાઈ ગોવિંદભાઈ લોલાડીયા, પ્રભુભાઈ ગેલાભાઈ કુવરીયા, ઉમેશભાઈ ચંદુભાઈ રાપુસા અને રાહુલ ભુપતભાઈ ઉડેચા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૨૨૦૦ રૂપિયાની રોકડ કબજે કરી તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”