મોરબીના યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા કૃષ્ણ જન્મોત્સવ નિમિતે બાળકોને રમકડા-મિઠાઇ વિતરણ
મોરબીના વિરાટનગર રંગપરમાં ધામધૂમપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
SHARE









મોરબીના વિરાટનગર રંગપરમાં ધામધૂમપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
"હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી"
હજારો વર્ષોથી ભગવાન કૃષ્ણ લોક સાંસ્કૃતિકમાં એટલા જ શાશ્વત છે,એટલાજ પ્રિય છે, કૃષ્ણલીલા દ્વારા લોકો ખુબજ આનંદ મેળવે છે,એ અન્વયે સમગ્ર વિરાટનગર રંગપર ગામમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગામના યુવક મંડળ હસમુખભાઈ વડસોલા,કેતન વડસોલા, વિજયભાઈ કાચરોલા,ભદ્રેશ વડસોલા,સચિન વિરમગામા, વિશાલ વડસોલા, જયેશભાઈ વડસોલા,કલ્પેશભાઈ વડસોલા વગેરેએ નૌકા આકારનો સુંદર રથ તૈયાર કર્યો હતો,રૂદ્ર કિશોરભાઈ વડસોલા કાનુડો અને પૂર્વ બળદેવ વડસોલા બળદેવના રૂપમાં ડી.જે. ના તાલ સાથે સમગ્ર ગામની ગલીઓમાં વાજતે ગાજતે ફરી રામજી મંદિરના પટાંગણમાં હજારો લોકો વચ્ચે મટકી ફોડનો કાર્યક્રમ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી,હાથી ઘોડા પાલખીના નાદ સાથે સંપન્ન થયો આબાલ વૃદ્ધ સૌ કોઈએ ભક્તિભાવ સાથે ખુબજ આનંદ મેળવ્યો હતો.
