મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા કૃષ્ણ જન્મોત્સવ નિમિતે બાળકોને રમકડા-મિઠાઇ વિતરણ


SHARE













મોરબીના યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા કૃષ્ણ જન્મોત્સવ નિમિતે બાળકોને રમકડા-મિઠાઇ વિતરણ

 

મોરબીમાં સમાજમાં બદલાવ લાવવાની સદભાવનાશીલ વૈચારિક ક્રાંતિ માટે સક્રિય પ્રયાસો કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.યંગ ઇન્ડિયા ગ્રુપે દરેક તહેવારોની જેમ જન્માષ્ટમીના પાવન અવસરની બીજાને ખુશી આપીને એ ખુશીનો આનંદ મેળવીને તહેવારો સાચા મર્મને દિપાવ્યો હતો.યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે જન્માષ્ટમીના પાવન અવસરે આપવાના આનંદ હેઠળ કૃષ્ણ ભગવાનના ગેટઅપ ધારણ કરીને જરૂરિયાત મંદ 500 થી વધુ બાળકોને રમકડાં અને મીઠાઈની ભેટ આપવામાં આવી હતી.જોકે હાલમાં કોરોનાની મહામારીને કારણે આ ઉજવણી દરમિયાન ખાસ તકેદારી રાખવામાં આવી હતી.યંગ ઇન્ડિયા ગ્રુપે જરૂરિયાત મંદ બાળકોને તહેવારોની ખુશી આપીને પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.આપણી ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનો મહિમા અનન્ય દર્શાવ્યો છે.ખાસ કરીને તહેવારોમાં આપણે દરેક પરિવાર કે સગા સબધીઓ સાથે હળીમળીને તહેવારો ઉજવીને ખુશી મેળવી છીએ. પણ તહેવારોની ઉજવણીની સાચી ખુશી એ છ કે ,તહેવારોની ખુશી બીજાને એટલે કે વંચિત છે તેને ખુશી આપીને આપણે ખુશ થાય એ જ તહેવારો ઉજવણીનું મૂળભૂત સોહાર્દ છે.આ ભાવના સાથે જ અમે દરેક તહેવારોની પ્રેરણાદાયી ઉજવણી કરીએ છીએ .દરેક લોકો આ રીતે તહેવારોની ઉજવણી કરવા પ્રેરાય તેવો અમારો શુભ આશય છે તેમ ડો.દેવેનભાઈ રબારી (સંસ્થાપક,યંગ ઇન્ડિયા ગ્રુપ) એ જણાવેલ છે.




Latest News