મોરબીના વિરાટનગર રંગપરમાં ધામધૂમપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
મોરબીના નિલકંઠ મહાદેવ મંદિરે જન્માષ્ટમી પર્વની વિશેષ શણગાર સાથે ઉજવણી કરાઇ
SHARE









મોરબીના પાડાપુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આજે જન્માષ્ટમી નિમિત્તે ખાસ કરીને શણગાર કરવામાં આવ્યો હતો અને મહાદેવની શિવલિંગ પાસે કૃષ્ણ ભગવાનની રંગોળી બનાવવામાં આવી હતી આ મંદિરના મહંત ગુલાબગીરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે જન્માષ્ટમીના પર્વની સમગ્ર ભારત દેશની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના પાડા પુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પણ ખાસ કરીને શિવજીના શિવલીંગ પાસે શણગાર કરવામાં આવ્યો હતો અને શિવજીની શિવલિંગ પાસે કૃષ્ણ ભગવાનની રંગોળી બનાવવામાં આવી હતી જે ખરેખર નયન રમ્ય લાગતી હતી અને આ દર્શન કરવાનો લાભ શિવભક્તો દ્વારા આજે લેવામાં આવ્યો હતો અને આમ જન્માષ્ટમી પર્વની ઉજવણી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો પણ જોડાયા હતા
