મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

માળીયા મીયાણાના અણીયારી ટોલનાકા પાસેથી પૂઠાની આડમાં લઈ જવા તો દારૂ બિયરની ૧૧,૫૨૦ બોટલનો જથ્થો ઝડપાયો: બેની ધરપકડ, બેની શોધખોળ


SHARE





માળીયા મીયાણાના અણીયારી ટોલનાકા પાસેથી પૂઠાની આડમાં લઈ જવા તો દારૂ બિયરની ૧૧,૫૨૦ બોટલનો જથ્થો ઝડપાયો: બેની ધરપકડ, બેની શોધખોળ

માળીયા મીયાણા તાલુકાની હદમાં આવેલ અણીયાળી ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલા ટ્રક ને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે ટ્રકમાં પૂંઠાના સ્ક્રેપની આડમાં દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હોય તેવું સામે આવ્યું હતું અને મહારાષ્ટ્રથી દારૂનો જથ્થો પુઠાની આડમાં કચ્છ તરફ લઈ જતા હતા જેથી કરીને પોલીસે હાલમાં દારૂ બિયર ૧૧૫૨૦ બોટલો તેમજ વાહન અને રોકડા રૂપિયા મળીને ૧૮.૯૯ લાખના મુદ્દા માલને કબજે કરેલ છે અને હાલમાં બે આરોપીને પકડવામાં આવેલ છે અને ટ્રકના માલિક સહિત બે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

મોરબી જિલ્લામાં એલ.સી.બી. સ્ટાફના રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, સંજયભાઇ રાઠોડ, ભરતસિંહ ડાભી ને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, અમદાવાદ તરફથી એક ટાટા ટ્રક નં. એમ.એચ. ૪ જીસી ૧૭૨૪ વાળી માળીયા મિયાણા તરફ આવનાર છે જે ટાટા ટ્રક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી ત્યારે ત્યાંથી ટ્રક નીકળ્યો હતો જે ગાડીને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો /બીયર ટીન સાથે મળી આવતા માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે હાલમાં જીજ્ઞેશભાઇ પ્રવિણભાઇ પટેલ ઉ.વ.૩૪ ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ બોયસર, પામ તા.જી.પાલઘર (મહારાષ્ટ્ર) અને પોપટભાઇ ઉર્ફે રમેશ બાબુભાઇ નળમળ જાતે રાવળદેવ ઉ.વ.૨૮ રહે. હાલ સુઇગામ, રાવળવાસ તા.સુઇગામ જી.બનાસકાંઠા મુળ રહે.નાનાપુરા તા.રાધનપુર જી.પાટણની ધરપકડ કરેલ છે અને ટાટા ટ્રકમાં માલ ભરાવી આપનાર રમેશભાઇ રહે.વાપી તેમજ ટાટા ટ્રક નંબર એમ.એચ. ૪ જીસી ૧૭૨૪ નો માલીક સામે ગુનો નોંધેલ છે.

હાલમાં પોલીસે રોયલ બ્લુ મલ્ટ વ્હીસ્કની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૬૦૦ જેની કિંમત ૧,૮૦,૦૦૦, રોયલ બ્લુ મલ્ટ વ્હીસ્કની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૮૪૦ જેની કિંમત ૩,૮૪,૦૦૦, રોયલ બ્લેક ઓરેન્જ વોડકાની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૮૮ જેની કિંમત ૮૬,૪૦૦, રોયલ બ્લેક ઓરેન્જ વોડકાની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૧૫૨ જેની કિંમત ૧,૧૫,૨૦૦, રોયલ બ્લેક એપલ વોડકાની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૬૪ જેની કિંમત ૭૯,૨૦૦, રોયલ બ્લેક એપલ વોડકાની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૦૫૬ જેની કિંમત ૧,૦૫,૬૦૦, કીંગ ફિશર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયર ટીન ૫૦૦ એમ.એલ.ના નંગ- ૪૩૨૦ જેની કિંમત ૪,૩૨,૦૦૦, ટાટા ટ્રકની કિંમત પાંચ લાખ રૂપિયા, પુઠાના સ્કેપની ૧૦ ગાસડીઓ, બે મોબાઇલ ફોન જેની કિંમત ૧૦,૦૦૦ અને રોકડા રૂપીયા-૬૬૩૦ સહિત કુલ મળીને ૧૮,૯૯,૦૩૦ નો મુદામાલ કબજે કર્યો છે અને માળીયા મિયાણા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને બાકીના આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે




Latest News