મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરીની સગાઈ છૂટી કરવાની વાત આવતા ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર પાસે સગા ભાઈની હત્યા કરનાર ભાઈને પકડીને જેલ હવાલે કર્યો


SHARE













મોરબીના ચાંચાપર પાસે સગા ભાઈની હત્યા કરનાર ભાઈને પકડીને જેલ હવાલે કર્યો

મોરબીના ચાંચપર ગામે યુવાને તેના સગા ભાઈની હત્યા કરી નાખી હતી અને લાશને વોકળામાં ફેંકી દીધી હતી જે ગુનામાં પોલીસે યુવાનની હત્યા કરનારા તેને જ સગા ભાઈની ધરપકડ કરી હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે આરોપીને જેલ હવાલે કરેલ છે

મોરબીના ચાંચપર ગામે વોકળામાંથી યુવાનની લાશ મળી હતી જે બનાવમાં મૃતક અને હત્યારાના મિત્ર રાજેશ ઉમેશપ્રસાદ પાંડેએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે રાજન મિશ્રા નામના યુવાનની હત્યા કરનારા તેના જ સગા ભાઈ આનંદ અશોકભાઈ મીશ્રા રહે. મીશ્રવલીયા જિલ્લો રોહતાસ (બીહાર) હાલ- વૈભવ, પોલીવીવ, કારખાનામાં, થોરાળા ગામની સીમ વાળાની ધરપકડ કરી હતી આ આરોપીને મોરબી તાલુકા પોલીસની ટીમે કોર્ટમાં રજૂ કર્યો હતો અને હાલમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના ચરાડવા ગામે ગોપાલ નગરમાં રહેતા હસમુખ પ્રેમજીભાઈ સોનગ્રા (૩૯) બાઈક લઈને પોતાની વાડીએ જતા હતા ત્યારે કડીયાણા ગામની સીમમાં બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં હસમુખભાઈ સોનાગ્રાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યાંથી અકસ્માતના બનાવની હળવદ તાલુકા પોલીસની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના દેવીપુર અને કડીયાણા ગામ વચ્ચે કાર અને ટ્રેક્ટરનો અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રોહીશાળા ગામે રહેતા જસાપરા જયશ્રીબેન હિરેનભાઈ (૨૯) અને જસાપરા સપનાબેન ચેતનભાઇ (૨૫) ને ઇજાઓ થઈ હોવાથી બંને ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાંથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ માળિયા વનળીયા સોસાયટીમાં રહેતા અમરશીભાઈ રવજીભાઈ પરમાર (૫૨) ને તેઓના ઘરે થયેલ મારામારીના બનાવવામાં ઈજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News