મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેર હાઈવે મકનસર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, એક સારવારમાં


SHARE





મોરબીના વાંકાનેર હાઈવે મકનસર પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, એક સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ પાસે તા.૨૧ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં મકનસર ગામના યુવાનનું મોત નિપજયુ હતું અને એની સાથે રહેલ એકને હાલ સારવારમાં ખસેડાયો હોવાનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રહેતા મનહરભાઈ ઠાકરશીભાઈ પ્રજાપતિ (ઉંમર ૪૮) તથા તેમની સાથે એક વ્યક્તિ બાઈકમાં જતા હતા ત્યારે વાંકાનેર હાઇવે ઉપર એક્સલ સીરામીક નજીક રોડ ઉપર તેમને વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમાં ઘટના સ્થળે જ મનહરભાઈ પ્રજાપતિ નામના યુવાનનું મોત નિપજયુ હતું અને તેમના મૃતદેહને પીએમ માટે અત્રેની સિવિલે ખસેડાયો હતો.જયાંથી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી હાલમાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.એ.ગઢવી તથા રાઇટર યુવરાજસિંહ તપાસ ચલાવી રહ્યા છે આ અકસ્માત બનાવમાં મૃતક મનહરભાઈ પ્રજાપતીની સાથે રહેલ એક વ્યક્તિને પણ ગંભીર ઇજાઓ પહોંચેલી હોય અને હાલ તે બેભાન હાલતમાં હોય અકસ્માત સંદર્ભે પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં મનજીભાઈની વાડીએ રહેતા પારૂલબેન તેહસિંગ પલાસ (૨૫) અને તેહસિંગ રામસિંગ પલાસ (૨૫) બંનેને વાડીએ થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા ભગવતીબેન ભાણજીભાઈ ઝાકાસણીયા (ઉમર ૬૯) પોતાના ઘરેથી વાડીએ જતા હતા ત્યારે ટ્રેક્ટરમાંથી કોઈ કારણોસર તેઓ નીચે પડી ગયા હતા જેથી ભગવતીબેનને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે આવેલ સીએનજીના પેટ્રોલ પંપ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મેહુલ લાલાભાઇ રૂદાતલા (ઉમર ૨૫) રહે.નવલખી રોડ ધક્કાવાળી મેલડી મંદિર પાસે મોરબી વાળાને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.




Latest News