ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક રામદેવ હોટલની પાછળ ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતાં બે શખ્સ ઝડપાયા, ૩૯ લાખનો મુદામાલ જપ્ત


SHARE













માળીયા (મી) નજીક રામદેવ હોટલની પાછળ ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતાં બે શખ્સ ઝડપાયા, ૩૯ લાખનો મુદામાલ જપ્ત

માળીયા મિયાણા વિસ્તારમાં આવેલ કવન જીન સામે રામદેવ હોટલની પાછળ ડીઝલ ચોરી કરવામાં આવી રહી હોવાની માહિતી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે વંડામાં ટેંકરોમાંથી ડીઝલની ચોરી કરતા બે ઇસમો મળી આવ્યા હતા જેથી પોલીસે કુલ ૩૯,૦૨,૮૫૬ ના મુદામાલ સાથે તેને ઝડપી લીધા હતા અને હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઈ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા અને એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના ગુનાને રોકવા માટે કામ કરતાં હોય છે ત્યારે એલસીબીના ચંદુભાઇ કાણોતરા, ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમારને સયુંકતમાં હકિકત મળેલ હતી કે, જામનગર-માળીયા હાઇવે રોડ ઉપર આવેલ કવન જીન સામે રામદેવ હોટલની પાછળ આવેલ વંડામાં અમુક ઇસમો ટેંકરોમાંથી ડીઝલની ચોરી કરે છે જેથી ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હરદેવભાઇ ઉર્ફે લાલો પ્રભાતભાઇ બોરીચા જાતે આહીર (૩૨) રહે. જશાપર તાલુકો માળીયા અને વિનોદભાઇ મેવાલાલ પટેલ (૩૨) રહે. ધારીકપુર તાલુકો મચ્છલીશહેર જીલ્લો જોનપુર (ઉતરપ્રદેશ) વાળા ટેંકરોમાંથી ડીઝલની ચોરી કરતાં મળી આવ્યા હતા જો કે તેની પાસેથી આરોપી હકાભાઇ બાબુભાઇ ચાવડા રહે. હાલ મોરબી મુળ ગામ કેરાળી તાલુકો માળીયા વાળાનું નામ સામે આવ્યું હોવાથી તેની સામે પણ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલિસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને હાલમાં પોલીસે ભારત બેંઝ કંપનીનુ ટેન્કર નં. જીજે ૧૨ બિઆઈ ૨૫૭૯ જેની કિંમત ૧૫,૦૦,૦૦૦ ડીઝલ આશરે ૨૪,૦૦૦ લીટર જેની કિંમત ૨૩,૭૯,૯૩૬, ટેંકરોમાંથી નાના મોટા કેરબામાં કાઢેલ ૧૧૦ લીટર ડીઝલ જેની કિંમત ૧૦,૧૨૦, રોકડા રૂપીયા ૨,૦૦૦, બે મોબાઇલ ફોન જેની કિંમત ૧૦,૦૦૦ આમ કુલ મળીને ૩૯,૦૨,૦૫૬ નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ નજીક ખોખરા હનુમાન પાસે આવેલ સર્વોપરી મિનરલ નામના કારખાનાની અંદર રહેતો અને મજૂરી કામ કરતો મૂળ મધ્યપ્રદેશનો મંગલસિંહ અમરતભાઈ ભંડોર (૧૮) નામનો યુવાન બીજા મળેથી નીચે પટકાતા તેને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે યુવાને રાજકોટ ખસેડવામાં આવ્યો છે હાલમાં અકસ્માતમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર એન્ટિલિયા સીરામીક સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબી તાલુકાના બેલા ગામે રહેતા ઉમેશભાઈ પ્રેમચંદભાઈ અવી (૨૫) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તાલતમાં યુવાનને ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  
 






Latest News