હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકરી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના જીવરાજભાઈ અરજણભાઈ લિખિયા ઉદ્યોગપતિથી બન્યા વૃક્ષ સેવક


SHARE





મોરબીના જીવરાજભાઈ અરજણભાઈ લિખિયા ઉદ્યોગપતિથી બન્યા વૃક્ષ સેવક

ગુજરાતનાં મોરબી જિલ્લામાં વસતા જીવરાજભાઈ અરજણભાઈ લિખિયા ઉર્ફે જીવરાજબાપા ઉદ્યોગપતિ અને બિલ્ડર છે. અને જીવરાજબાપા વર્તમાન સમયમાં નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેમને દર મહીને સરકાર તરફથી જે પેન્શન આવે છે તેઓ એને વૃક્ષો વાવવામાં જ વાપરે છે. જીવરાજબાપાને ૪ પેઢીએ દીકરા છે. તેમણે પોતાનો ધંધો દીકરાઓને હવાલે કરી લીધો છે.

જીવરાજબાપા જયારે પોતાના કારખાને કામ પર જતા ત્યારે એમણે નોંધ્યું કે રસ્તામાં ક્યાંય ઝાડ નથી. અને ખાલી રસ્તા જોઇને તેમને ભગવાને ત્યાં ઝાડ ઉગાડવાની પ્રેરણા આપી અને પછી તેમણે આ કાર્ય શરુ કર્યું હતું અને જીવરાજબાપા ૬ વર્ષથી આજ કાર્ય કરી રહ્યા છે. ખાલી રસ્તાઓમાં ઝાડ વાવવા જ તેમની નિવૃત્તિની પ્રવૃત્તિ બની ગઈ છે. અને જીવરાજબાપાએ અત્યાર સુધી ૧૫ હજાર વૃક્ષો વાવી અને તેનું જતન કરેલ છે અને અન્ય ૧૨ ઝાડ લોકોને વાવવા માટે આપ્યા છે. હાલમાં જીવરાજબાપાનાં ત્રણ સિરામિકનાં કારખાનાઓમાં ૪૦૦ માણસો કામ કરે છેઅને હાલમાં તેઓ વૃક્ષો વાવી પર્યાવરણની સેવા કરી રહ્યા છે. તેમના જીવનમાં પત્ની ડાહીબેનનો અને સમગ્ર કુટુંબનો પણ આ સેવા કાર્યમાં સહયોગ મળી રહ્યો છે.




Latest News