મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરના ઔદ્યોગિક વિસ્તારમાં હવે સારા રોડ રસ્તા બનશે: કાંતિભાઈ અમૃતિયા


SHARE





મોરબી-વાંકાનેરના ઔદ્યોગિક વિસ્તારમાં હવે સારા રોડ રસ્તા બનશે: કાંતિભાઈ અમૃતિયા

મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારમાં સારા રોડની સુવિધા મળે તેના માટે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને સરકાર દ્વારા મોરબી અને વાંકાનેરના ઔદ્યોગિક વિસ્તારમાં સરકારની ૮૦-૨૦ ની યોજના મુજબ રોડના કામ કરવા માટેના કામને મંજૂરી આપવામાં આવી છે જેથી કરીને હવે ઔદ્યોગિક વિસ્તારમાં સારા રોડ રસ્તા બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

મોરબી માળીયાના લોક લાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મોરબી અને વાંકાનેરના ઔદ્યોગિક વિસ્તારમાં સારા રોડ બને તેના માટે  સરકારમાં રજૂઆત કરી હતી જેથી કરીને મોરબીના સીરામીક સહિતના ઉદ્યોગ જે વિસ્તારમાં આવેલ છે ત્યાના આંતરિક રસ્તા અને મુખ્ય રસ્તા સારી ગુણવતા વાળા બને તેના માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલીસી ૨૦૨૦ અંતર્ગત ઉદ્યોગોને જોડતા રસ્તાઓ માટે ૮૦-૨૦ ની જે યોજાન છે તેમાં આ બંને તાલુકાનો સમાવેશ કરી લેવામાં આવેલ છે જેથી કરીને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા કરવામાં આવેલ અસરકારક રજૂઆતના લીધે હવે ઓદ્યોગીક વિસ્તારમાં સારા રોડ બનશે તે નિશ્ચિત છે




Latest News