મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી અને આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક કરનારા આરોપીઓ સામે આકરા પગલા લેવાની માંગ


SHARE





મોરબી એબીવીપી અને આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક કરનારા આરોપીઓ સામે આકરા પગલા લેવાની માંગ

ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાનું સરકારે આયોજન કર્યું હતું જો કે, પેપર લીક થઈ જવાથી તેને તાત્કાલિક અસરથી પરિક્ષાને મોકૂફ રાખવામા આવી હતી જેથી વિદ્યાર્થીઓ નિરાશ થઈ ગયા હતા ત્યારે આ મુદે વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે જુદીજુદી સંસ્થાઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા તેમજ એબીવીપી દ્વારા આરોપીઓ સામે આકરા પગલા લેવાની માંગ કરવામાં આવી છે અને મોરબીના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે

એબીવીપી

મોરબી કલેકટરને જુનિયર ક્લાર્કનું પેપર લીક થવા મામલે એબીવીપીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને રવિવારે વિરોધના ભાગરૂપે પ્લેકાર્ડ બતાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને પેપર લીકની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, ૨૪ કલાકમા પરિક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવે અને ૨૦ દિવસની અંદર અંદર આ પરિક્ષા લેવામા‌ આવે અને દોષીતો સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ સીટની રચના કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે તેમજ આરોપીઓ સામે રાજદ્રોહનો કેસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

આમ આદમી પાર્ટી

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું અને પરીક્ષા મોકૂફ રાખવામા આવી છે જેથી કરીને ૯.૫૩ લાખથી વધુ ઉમેદવારો અને તેના પરિવારના સપના રોળાઈ ગયા છે અને વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે મોટા ખર્ચા કર્યા હતા તેનું શું ? વારંવાર પેપરો ફૂટવા, પરીક્ષાઓ રદ થવી અને પછી તપાસના નામે નાના નાના આરોપીઓને પકડીને રૂટિન કામ કરવામાં આવે છે ત્યારે હાલની ઘટના માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે, અત્યાર સુધીના તમામ પેપર ફૂટવાના કેસો એક જ કોર્ટમાં લાવીને કાર્યવાહી કરવામાં આવે, દરેક ઉમેદવારોને ૫૦૦૦૦ નું વળતર આપવામાં આવે, સરકારી પ્રેસ હોવા છતાં કોના ઈશારે પેપરો ખાનગી પ્રેસોમાં છપાવવામાં આવે છે તેની પણ તપાસ કરવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી છે




Latest News