મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની રાંદલ વિદ્યાલય-ઉમા વિદ્યા સંકૂલના વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત


SHARE





મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની રાંદલ વિદ્યાલય-ઉમા વિદ્યા સંકૂલના વિદ્યાર્થીઓએ લીધી મુલાકાત

મોરબી જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનોની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમયાંતરે મુલાકાત લેવામાં આવતી હોય છે તેવી જ રીતે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ રાંદલ વિદ્યાલય અને ઉમા ઉમા વિદ્યા સંકૂલના વિદ્યાર્થીઓ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે બી ડિવિઝનના પીઆઇ પી.એ. દેકાવાડિયા દ્વારા કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા કેવી રીતે કામગીરી કરવામાં આવે છે તેમજ સરકાર દ્વારા પોલીસને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે કેવા હથિયાર આપવામાં આવે છે તે સહિતની માહિતી આપવામાં આવી હતી તેમજ પોલીસ વિભાગમાં ભરતી થવા માટે કેવી તૈયારી કરવી પડે છે, સાઇબર ક્રાઇમના ગુના કેવી રીતે ઉકેવામાં આવેલ છે, આરોપીઓને કયા રાખવામા આવે છે, કયા કયા વિભાગો આવે છે તે સહિતની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જેથી કરીને રાંદલ વિદ્યાલયના સંચાલક મનોજભાઈ ઓગણજા અને ઉમા વિદ્યા સંકૂલના સંચાલક નિમિશભાઈ પોપટ દ્વારા પીઆઇ પી.એ. દેકાવાડીયા અને તેની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો




Latest News