મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીની જાણીતી મહેશ હોટલને લાગ્યા કોર્ટના સીલ, ખાનગી કંપનીમાંથી લીધેલ લોનના બાકી હપ્તાહની ભરપાઈ ન થતા લાગ્યા સીલ


SHARE





મોરબીની જાણીતી મહેશ હોટલને લાગ્યા કોર્ટના સીલ, ખાનગી કંપનીમાંથી લીધેલ લોનના બાકી હપ્તાહની ભરપાઈ ન થતા લાગ્યા સીલ

મોરબીની જાણીતી મહેશ હોટલને આજે સવારે સીલ લગાવવામાં આવ્યા હતા.ખાનગી કંપનીમાંથી લીધેલ લોનના બાકી હપ્તાની ભરપાઈ ન થતા કંપનીએ કરેલ ફરીયાદના અંતે સીલ લગાવવામાં આવ્યા હતા.

કોરોના સમય પહેલા લીધેલ રૂપિયા ૩.૫૦ કરોડની લોનનો રૂા.૩.૬૬ લાખનો માસીક હપ્તો હતો જે પૈકી માત્ર ત્રણ હપ્તા બાકી હોય તે રકમ તેમજ વ્યાજ સહિત ૪૦ લાખ જેવી રકમ માટે લેણદાર કંપની હીરો ફિનકોર્પ લિમિટેડ દ્વારા કોર્ટમાં કાર્યવાહી કરાતા ગુજરાત હાઇકોર્ટના અધિકારીઓ દ્વારા મોરબીના શનાળા રોડ ખાતે આવેલ મહેશ હોટલને આજે તા.૩૧-૧ ના રોજ સીલ મારવામાં આવ્યા હતા.વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ અને શહેરની જાણીતી મહેશ હોટલના સંચાલકો દ્રારા હોટલ તેમજ મકાન ઉપર હીરો ફિનકોર્પ લિમિટેડમાંથી મોર્ગેજ લોન લેવામાં આવી હતી.રૂપિયા સાડા ત્રણ કરોડ જેવી રકમની લોન લીધા બાદ કોરોના સમય દરમિયાન જ્યારે હોટલ ઉદ્યોગ ભાંગી પડ્યો હતો તે દરમિયાન માત્ર ત્રણ જેટલા હપ્તાઓ હોટલ સંચાલકો દ્રારા ન ભર્યા હતા તે હપ્તા તથા તેના વ્યાજ-પેનલ્ટી સહિતની આશરે ૪૦ લાખ જેવી રકમ કંપીની દ્રારા લેવાની નીકળતી હોય તે માટે લેણદાર કંપનીએ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને જેને પગલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉપરોક્ત આકરૂ પગલું લેવામાં આવ્યું હતું અને આજે સવારે મોરબીના શનાળા રોડ પર આવેલ મહેશ હોટલને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમા હોટલના દરવાજે કાનુની ચેતવણી આપી તેમા જણાવવામાં આવ્યુ હતુ કે, "હિરો ફીનકોર્પ લી. ના અધિકૃત અધિકારી દ્રારા સિક્યુ૨ીટાઝેશન એકટ હેઠળ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટના હુકમથી સદરહુ મિલ્કતનો પ્રત્યક્ષ કબજો લેવામા આવ્યો છે. આ મિલ્કત ઉપર પ્રથમ હકક હીરો ફીનકોર્પ લી. નો છે." તેમ દર્શાવવામાં આવેલ છે. છેલ્લે મળતી માહિતી મુજબ હોટલ સંચાલકો દ્વારા હાઇકોર્ટમાંથી ઉપરોક્ત બાબતે સ્ટે લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે.




Latest News