મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

હળવદની પરણીતા સાથે દુષ્કર્મ આચરીને તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચારનાર શખ્સ પોલીસના હાથવેંતમાં


SHARE





હળવદની પરણીતા સાથે દુષ્કર્મ આચરીને તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચારનાર શખ્સ પોલીસના હાથવેંતમાં

હળવદમાં રહેતી પરિણિતા સાથે પરીચય કેળવ્યા બાદ બળજબરી કરીને તેનો વિડીઓ બનાવી તે વિડીઓ વાઇરલ કરવાની ધમકી આપીને મહીલા સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.જેથી કરીને ભોગ બનેલ પરિણીતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જેના આધારે પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે અને હાલમાં આરોપી હાથવેંતમાં હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

બનાવની જાણવા મળેતી વિગતો પ્રમાણે હળવદમાં રહેતી એક પરિણિતાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ જણાવ્યું છે કે, મોરબીમાં રહેતા અને ફ્રુટનો ધંધો કરતા ફારૂક સિપાઈ નામના શખ્સે તેની સાથે બળજબરી આચરેલ છે.વધુમાં ભોગ બનેલ મહીલાએ પોલીસને જણાવ્યા પ્રમાણે પોતે ફ્રુટની લારી ચલાવતા હોય અને આરોપી ફારુક સીપાઇ મોરબીથી માલ દેવા માટે આવતો હતો તે દરમિયાન પરિચય કેળવીને તેણે પરણીતા સાથે દુષ્કર્મ આચર્યુ હતું અને તેના ફોટો વિડીયો બનાવીને વારંવાર પરિણિતાને બ્લેકમેઇલ કરી ભોગ બનાવવામાં આવતી હતી.અંતે ભોગ બનેલ મહિલા દ્વારા હળવદ પોલીસ મથક ખાતે મોરબીના રહેવાસી અને ફ્રુટનો ધંધો કરતા ફારૂક સિપાહી નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કલમ ૩૭૬ હેઠળ ગુનો નોંધેલ છે અને આરોપી હાથવેંતમાં હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી પાછળની માળિયા-વનાળીયા સોસાયટીમાં રહેતા વિજયાબેન કેશુભાઈ સોલંકી નામની ૪૨ વર્ષીય મહિલા કોઈ કારણોસર તેના ઘેર ફીનાઇલ પી ગયા હતા.જેથી કરીને તેઓને સારવાર માટે અત્રેની સિવિલે ખસેડાયા હતા.હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા પોલીસને જાણ કરાતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા સુરેશ મોહનભાઈ લકુમ નામના ૪૬ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા અત્રેના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.વધુમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે ગામની પાસેથી બાઈક લઈને જતા સમયે રસ્તામાં બાઈક પલ્ટી મારી જતા સુરેશભાઇને ઇજા પહોંચતા તેમને સારવાર માટે મોરબી લવાયા હતા.




Latest News