મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE





મોરબીના કોયલી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના કોયલી ગામે વાડીએ રહેતા યુવાને પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કોયલી ગામે વાડીમાં રહીને મજૂરી કામ કરતા ગોવિંદભાઈ જેસીંગભાઇ જખાણીયા (૩૦) નામના યુવાને વાડીએ હતો ત્યારે કોઈ કારણોસર તા ૩૦ ના રોજ સાંજે પોણા આઠ વાગ્યે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું રાત્રીના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.જે. કકહાંગરા ચલાવી રહ્યા છે

દેશીદારૂની ભઠ્ઠી

માળીયા મીયાણા તાલુકાના ચીખલીયા ગામ પાછળ આવેલ ખરાબાની જગ્યામાં બાવળની વચ્ચે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૫૦ લિટર આથો તેમજ તૈયાર ૪૦ લીટર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને પોલીસે ૪૨૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી સુલેમાનભાઈ અયુબભાઈ પારેડી જાતે મિયાણા (૨૮) રહે. ચીખલી ગામ વાળાની ધરપકડ કરેલ છે




Latest News