મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાંથી જયસુખ પટેલનો ઝૂલતા પુલના કેસની તપાસ કરતાં અધિકારીએ કબજો લીધો


SHARE





મોરબીની સબ જેલમાંથી જયસુખ પટેલનો ઝૂલતા પુલના કેસની તપાસ કરતાં અધિકારીએ કબજો લીધો

મોરબીમાં જુલતો પુલ તૂટી પડ્યો હતો તે ઘટનામાં ભાગેડુ આરેપી તરીકે ચાર્જસીટમાં જયસુખ પટેલનું નામ દર્શાવવામાં આવ્યું હતું અને જયસુખ પટેલ દ્વારા મોરબીની ચિફ જ્યુડીશ્યલ કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું ત્યાર બાદ કોર્ટમાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે કોર્ટે હુકમ કર્યો હતી જેથી તેને સબ જેલમાં લઈને ગયા હતા અને બીજી બાજુ તેને તપાસના કામે રિમાન્ડ ઉપર લેવાની તજવીજ તપાસનીશ અધિકારી દ્વારા કરવામાં આવી હતી અને કોર્ટે આરોપીને જેલમાંથી લેવા માટેનો હુકમ કરી દીધો હોવાથી હાલમાં તપાસનીશ અધિકારી દ્વારા તેનો કબજો લેવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે

મોરબીમાં ત્રણ મહિલા પહેલા મચ્છુ નદી ઉપરનો વર્ષો જૂનો જુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે મોરબીના બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે પુલનું મેન્ટેનન્સ કરનાર અને મેનેજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ છે અને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને જે તે સમયે અગાઉ નવ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જે ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું તેમાં ભાગેડુ આરોપી તરીકે ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલનું નામ દર્શાવવામાં આવ્યું હતું તેવું ચાર્જસીટ મેળવનારા આરોપીઓના પરિવાર પાસેથી જાણવા મળ્યું છે.

જો કે, તા ૧ ના રોજ મોરબીની કોર્ટમાં જયસુખ પટેલની આગોતરા જામીનની અરજી માટેની સુનવણી હાથ ધરવામાં આવનાર હતી ત્યાર પહેલાં તા ૩૧ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ દ્વારા મોરબીની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું છે જેથી કરીને સંભવત આગોતરા જમીન માટે જે અરજી કરવામાં આવી છે તેને વિડ્રો કરવામાં આવશે તેવું  ચર્ચાઇ રહ્યું છે અને મંગલવારે કોર્ટના જજ હુકમથી જયસુખભાઈ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોરબીની સબજેલમાં મોકલવામાં આવેલ હતા અને ત્યારબાદ આ બનાવની તપાસ કરી રહેલા અધિકારી દ્વારા કોર્ટમાં આરોપીની તપાસના કામે જરૂર હોવાથી તેનો કબજો લેવા માટે અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે ધ્યાને લઈને આરોપીનો કબજો આપવા માટે હુકમ કરી દીધેલ છે જેથી કરીને મોરબીની સબ જેલમાંથી જયસુખ પટેલનો કબ્જો મેળવવા માટેની તપાસનીશ અધિકારી દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે તેવું જાણવા મળેલ છે




Latest News