મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પકડાયેલા જયસુખભાઈ પટેલે રાત પોલીસ કસ્ટડીમાં વિતાવી, પૂછપરછ શરૂ: રિમાન્ડ લેવા તજવીજ


SHARE













મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પકડાયેલા જયસુખભાઈ પટેલે રાત પોલીસ કસ્ટડીમાં વિતાવી, પૂછપરછ શરૂ: રિમાન્ડ લેવા તજવીજ

મોરબીમાં ત્રણ મહિના પહેલા જૂલતાપુલની દુર્ઘટના બની હતી જેમાં ૧૩૫ જેટલા લોકોના મોત નિપજયા હતા અને તે તમામના મોત માટે જેને મુખ્ય જવાબદાર વ્યક્તિ ગણવામાં આવી રહ્યા છે તે ઓરેવાના જયસુખભાઇ પટેલ ગઇકાલે મોરબીની ચીફ જ્યુડિશ્યલ કોર્ટમાં હાજર થયા હતા ત્યાર બાદ તેને કોર્ટમાંથી મોરબીની સબ જેલમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તપાસનીશ અધિકારી દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેથી કોર્ટના હુકમ બાદ તપાસનીશ અધિકારીએ મોરબીની જેલમાંથી જયસુખભાઇ પટેલનો કબજો મેળવ્યો હતો અને થોડા દિવસો પહેલા કોર્ટમાં મૂકવામાં આવેલ ચાર્જસીટમાં જેને ભાગેડુ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા તે જયસુખભાઇ પટેલની ધરપકડ કરીને તેની તપાસનીશ અધિકારી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને ગઇકાલની રાત જયસુખભાઇ પટેલે  પોલીસ કસ્ટડીમાં વિતાવી હતી અને આજે આ બનાવની તપાસ કરી રહેલા અધિકારી દ્વારા તેના રિમાન્ડ લેવા માટે ફરી જયસુખભાઇ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે

મોરબી પાલિકા દ્વારા ગત માર્ચ ૨૦૨૨ માં કરાર કરીને આ ઝુલતો પુલ મોરબીના ઓરેવા ગ્રુપને સંચાલન માટે સંપૂર્ણ જવાબદારી સાથે સોંપી દેવામાં આવ્યો હતો જે પુલ તા.૩૦-૧૦-૨૦૨૨ ના રોજ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ જેટલા લોકોના જીવ ગયા હતા અને તેની તપાસ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ કેસમાં કોર્ટમાં જે ચાર્જશીટ મૂકવામાં આવ્યું હતું તેમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલને ભાગેડુ આરોપી દર્શાવવામાં આવ્યા હતા અને અગાઉ પકડાયેલા નવ આરોપીઓના નામ ચાર્જશીટમાં હતા જેથી તેને ચાર્જશીટની કોપી પણ આપી દેવામાં આવી છે અને આજે પહેલી તારીખે મોરબીની કોર્ટમાં જયસુખભાઇ પટેલના આગોતરા જામીન માટેની અરજીની સુનાવણી થવાની હતી તે પહેલા ગઇકાલે જયસુખભાઇ પટેલ મોરબીની ચીફ જ્યુડિશ્યલ કોર્ટમાં જજની સામે રજૂ થયા હતા અને આ ગુનામાં સરેન્ડર કર્યું હતું જેથી કોર્ટે તેની તપાસનીશ અધિકારીને જાણ કરી હતી અને જયસુખભાઇ પટેલને જેલ હવાલે કરવા માટેનો હુકમ કર્યો હતો

અત્રે ઉલેખનીય છે કે, ત્રણ મહિલા પહેલા જુલતો પુલ તૂટી પડ્યો હતો જેમાં ૧૩૫ લોકોના મોત નિપજ્યા હતા અને ત્યારબાદ પુલનું મેન્ટેનન્સ કરનાર અને મેનેજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને જે તે સમયે અગાઉ નવ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાગેડુ આરોપી ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલને પકડવા માટેની તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં ગઇકાલ તા ૩૧ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં જયસુખભાઈ પટેલ દ્વારા મોરબીની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં સરેન્ડર કરવામાં આવ્યું હતું અને જેથી કરીને સંભવત આગોતરા જમીન માટે જે અરજી કરવામાં આવી છે તેને વિડ્રો કરવામાં આવશે અને ગઇકાલે જજના હુકમથી જયસુખભાઈ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોરબીની સબજેલમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની તપાસ કરી રહેલા અધિકારી દ્વારા કોર્ટમાં આરોપીની તપાસના કામે પૂછપરછ કરવાની જરૂર હોવાથી તેનો કબજો લેવા માટે અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે ધ્યાને લઈને આરોપીનો કબજો આપવા માટે હુકમ કરી દીધો હતો જેથી કરીને ગઇકાલે સાંજે જ મોરબીની જેલમાંથી આરોપી જયસુખભાઇ પટેલનો કબ્જો પોલીસે મેળવી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી હોવાની સૂત્રો પાસેથી જાણવા મળેલ છે જો કે, આજે તપાસનીશ અધિકારી દ્વારા તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ કરવામાં આવશે

ઝૂલતા પુલની ઘટનામાં પરિવારના સભ્યો ગુમાવનારા લોકોની જયસુખ પટેલને ફાંસીની માંગ

મોરબીના લોકોને હરવા ફરવા માટેનું એકમાત્ર સ્થળ ઝૂલતો પુલ હતો જે તા.૩૦-૧૦-૨૨ ના રોજ દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણે અને તૂટી પડવાના લીધે હવે મોરબીવાસીઓ માટે કાયમી ધોરણે બંધ થઈ ગયો છે અને આ ઘટનામાં ૧૩૫ લોકોએ તેના જીવ ગુમાવ્યા હતા જેથી કરીને પરિવારના સભ્યોને ગુમાવનરા લોકો ગઇકાલે કોર્ટ પરસરમાં આવ્યા હતા અને જયસુખ પટેલ હાય હાય સહિતના સૂત્રોચાર કર્યા હતા અને જયસૂખ પટેલને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી હતી ગઇકાલે મોરબીની પોલીસ કોર્ટમાંથી જયસુખ પટેલને જેલમાં મૂકવા માટે જઇ રહી હતી ત્યારે કોર્ટના પટાંગણમાં જે લોકોએ તેના પરિવારના સભ્યોને આ ઘટનામાં ગુમાવ્યા હતા તે લોકો દ્વારા દેકારો કરવામાં આવ્યો હતો અને જયસુખ પટેલના નામના છાજિયાં પણ લીધા હતા




Latest News